પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ચુકાદાનાં પરિણામ આપવા તૈયાર ન થાઉં. પણ હિંદુ સમાજમાં આ જે સડે દાખલ કરવા માગે છે તેની સામે હું પ્રાણુ આપવા તૈયાર થયેલ છું. એમને તે હિંદુ સમાજસુધારકાના કાંટા જ કાઢી નાખી છે. આપણે શું મરી ગયા છીએ ? આપણે એ લોકોને ન્યાય અપાવીશું. પણ આ તો અંત્યજોને દાંડી પીટીને કહે છે કે તમે એના ઉપર આધાર ન રાખશે, મુસલમાનો ઉપર રાખજો, ગુંડાઓ ઉપર રાખજો. એટલે મુસલમાને અંત્યજોને લઈને -મંદિર ઉપર હુમલા કરશે, એને બાળશે, જે કરવું હોય તે કરશે.” આજે સવારે મેજર ભંડારી આગળ આપુએ ગઈ કાલની જ નૈતિક બાજુવાળી બાબત ચચી સંભળાવી. એ બાપડાને ભારે ૨૦–૬–'રૂ ૨ ચિંતા પેઠી છે. એણે તે કહ્યું : “ મારા વાળ તે અત્યારથી જ ધોળા થવા માંડ્યા છે. કાંઈ નહીં થઈ શકે ? ” બાપુ કહે : ** ઘણુંયે થઈ શકે. એને નમવું જ જોઈ એ એમ કાંઈ નથી. અંત્યજો તો કાલે ભેગા થઈને સમજૂતી કરે અને સંયુક્ત મતદારમંડળ માગે. પણ એ તો ખુશીથી કહે એમ છે કે બીજાની સંમતિ કયાં છે ? અને અંગ્રેજો જ કહે કે અમારી સંમતિ નથી. તો ભલે. મારું મરણ હિંદુ સમાજને જાગ્રત કરશે. મારા મરણ સાથે જ આ બંધારણનું મરણ થશે. હિંદુ સમાજ જાગ્રત થાય તો સેંકડે માણસે એવા નીકળે જે આ બંધારણને ચાલવા જ ન દે. આજે તો આ ચુકાદામાં અત્યજોને ખ્રિસ્તી અથવા મુસલમાન થવાના મસાલે ભયો છે.. આંબેડકરમાં નથી ધર્મ કે નથી હિંદુત્વ એટલે એ પેલા જેમ નચાવે છે તેમ નાચે છે. બાપુને હવે સ્વપ્નાં આવવા લાગ્યાં છે - ઉપવાસનાં ઘણાંખરાં. | પેલે દિવસે પોતાના પિતાશ્રી સ્વપ્નામાં આવ્યા હતા. ૨ ૨-૬- રૂ ૨ કાલ રાત્રે બે વાગ્યે આવતા અઠવાડિયામાં શું શું કરવું એના વિચારમાં પડયા હતા. તેમાં એક વાત એ હતી કે મહાદેવને રટી બનાવતાં શીખી લેવાનું કહેવું. અને આજે સવારે જ મેં કહ્યું, બાપુ મારે રિટી બનાવતા શીખવું છે. એટલે બાપુ કહે : “ મને અને તમને એ વિચાર એક વખતે આવ્યા હોવા જોઈએ, કારણ મેં બે વાગ્યે રાત્રે એ વિચાર કરેલો. પછી મને થયું કે ના, એ બાને વધારે પડતો થઈ પડશે એટલે વિચાર માંડી વાળ્યો.” આ વખતે ટપાલ પણ ખૂબ લખી. વલ્લભભાઈ કહે : “ હવે લાંબી ટપાલ લખવાની માંડી વાળા.” બાપુ કહે : “ અરે ! વલ્લભભાઈ, આ વખતે તો લાંબી લખ્યા વિના કેમ ચાલશે ? હવે કાને ખબર છે કેવડી લખાશે.”