પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

વિષ્ણુ, શિવમાં ભેદ નહીં* ૧૩ ઈસ અનુચિત સ્થિતિમૅસે નિકલ જાયેં ઔર જે કુછ પ્રાચીન ગ્રંથોમેં લિખા હૈ ઉસકી અનુભવસે પરીક્ષા કરે.” આ બે કાગળા અસ્પૃશ્યતાનિવારણની પ્રવૃત્તિને અંગે : "Removal of untouchability does not include interdining and intermarriage. But in my opinion Hinduism does not prohibit interdining or intermarriage with anybody by reason of mere birth. Essential religion has nothing to do with the regulation of such social relations." - “ અસ્પૃશ્યતાનિવારણમાં સહભેજન અને મિશ્રવવાહનો સમાવેશ થતો નથી. પણ મારા મત પ્રમાણે હિંદુ ધર્મ કેવળ જન્મને કારણે કોઈની પણ સાથે ભાજનવ્યવહાર અથવા ફન્યાવ્યવહારને પ્રતિબંધ કરતા નથી. આવા સામાજિક સંબંધોના નિયમન સાથે ધર્મના તત્ત્વને કશી લેવા દેવા નથી.” મદ્રાસમાં અસ્પૃસ્યાએ ૬ હરિજન” શબ્દ સામે વાંધો લીધા. શિવા હરિજન કેમ કહેવડાવે? અમે તો હરજન, હરિજન નહીં ! શંકરે લખ્યું : “ આ લોકોને આદિ હિંદુ કહીએ તો એમને ગમે એમ છે. તમે રજા આપે.” એને બાપુએ લખ્યું : “I am sorry about the objection to the name of Harijan. You may use any name that your friends like. But do please explain to them that I had not the remotest idea of thinking of Vishnu or Shiva. For me the name means people of God'. I make no distinction between Vishnu, Shiva or Brahma. They are all names of God. But let their decision be taken and prevail." e ( હરિજન નામ સામેના વાંધા બદલ અને દિલગીરી થાય છે. તમારા મિત્રોને પસંદ પડે તે નામ તમે વાપરી શકો છો. પણ તેમને એટલું સમાવજે કે મારા મનમાં વિષ્ણુ અથવા શિવના છાંટાભાર પણ ખ્યાલ નહોતે. મારે માટે તો આ નામનો અર્થ “ ભગવાનના માણસ', એટલે જ થાય છે. વિષ્ણુ, શિવ અથવા બ્રહ્મામાં હું કાંઈ ભેદ ગણતા નથી. બધાં ઈશ્વરનાં જ નામ છે. પણ આ બાબતમાં તેમના નિર્ણયનો અમલ કરો.’ 2 અબુલ કલામ આઝાદના તાર આવ્યું કે તે મુદ્દા હિંદુઓ કબૂલ કરે તો સંયુક્ત મતદારમંડળ ઉપર ઐકય થઈ શકે એમ છે. તમે બહાર નથી એટલે અડચણ આવે છે. તમે આશીર્વાદ ન આપે ?