પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૪ મુસ્લિમ બહેનની બહાદુરી બાપુએ આશીર્વાદ આપ્યા કે “ આપણે એકથને માટે ઝંખીએ છીએ તે આવે. બાકી શરતો વિષે ખરી સ્થિતિ જાણ્યા વિના અહી' એકાં મારાથી કાંઈ કહી શકાય નહીં.” વલ્લભભાઈ કહે : “ આ સ્થિતિ મુશ્કેલ છે એમ બતાવે છે. એ લેક તેરેતેરને વળગી રહેતા હોય તો ચૌદમું શા માટે ન આપવું ? તેર કેાઈ હિંદુ ન આપે.” બાપુ : એ તારમાં એવું મને નથી લાગતું કે તેની સામે સંયુક્ત મતદારમંડળનું સાટું કર્યું છે.” સાંજે શૌકતઅલીનું સ્ટેટમેન્ટ આવ્યું તેમાં પણ એમ હતું કે આપણા મુસલમાન ભાઈ એ આપણી વિરુદ્ધ હતા. તેમણે હવે તેરેતેર મુદ્દા કબૂલ કર્યા છે, ઇત્યાદિ. | બાપુને મેં પૂછયું : “ હવે વલભભાઈના ડરને કાંઈક વધારે કારણ મળે છે કે નહીં ?” બાપુ : ** ના, મારા તો પહેલેથી જ વહેમ છે કે શૌકતઅલી આ બધું શા માટે કરી રહ્યો છે ? પણ આ સ્ટેટમેન્ટથી મારા વહેમને વધારે પુષ્ટિ મળે એમ નથી. ઊલટાનું રાજેન્દ્રબાબુનું સ્ટેટમેન્ટ એમ બતાવે છે કે બધા મળીને કાંઈક કરતા લાગે છે. પણ મારી તો મુશ્કેલી એ છે કે બધું થશે પણ શીખે જ કબૂલ નહીં કરે. એટલે શીખથી જ આ બધું ભાંગી પડવાનું છે.” | કવિનું કાલ હીથને મોકલેલું અદ્ભુત સ્ટેટમેન્ટ * લિબટી'માં છપાયું છે. એમાં પૂરેપૂરું પરિવર્તન દેખાય છે. કોઈ કોંગ્રેસી આથી વધારે સારું સ્ટેટમેન્ટ ન કરી શકે. જેલમાં કવિ આવ્યા અને ઉપવાસને બીજે દિવસે જે મુસદ્દો બાપુએ ઘડયો હતો તે કવિને માટે કૃત્રિમ થાત. તેના કરતાં ઘણું વધારે સારું આ સ્ટેટમેન્ટ છે. બાપુ કહે : “ કેાઈ માને નહીં કે કવિનું આ સ્ટેટમેન્ટ છે. પણ હવે તો આપણે એની વૃત્તિ જાણીએ છીએ. એની સાથેના માણસો સારા પ્રચારક નથી લાગતા, નહી તો આ એકલા “લિબટી’માં જ કેમ આવે ? ” મહમદ આલમની સ્ત્રીનું અસાધારણ વીરત્વ દાખવતું સ્ટેટમેન્ટ બહાર પડયું. બાપુ કહે : “ આની પાછળ મહંમદ આલમનો હાથ છે. તાપણુ એની ઉપર સહી કરવી એ પણ અસાધારણ વાત છે. ભાગ્યે જ કોઈ સ્ત્રી એમ કહેશે કે મારે અધમૂઆ છૂટીને ઘેર આવેલા મારા પતિને નથી જોવા, એના કરતાં આબરૂભેર જેલમાં મરેલા પતિને જોઈને હું રાજી થઈશ. જુઓની, . . . .એ એક બચ્ચું માંદુ પડયું છે તે માટે ધણીને છોડાવવાની અરજી કરી છે. ત્યારે આ બાઈનું વીરત્વ જુએ.”