પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

  1. સાહેણની પદ્ધતિ

૧૪૫ પ્યારેલાલે મુંબઈના રૂના વેપારીનો ઝધડે પતાવવામાં મહત્ત્વનો ભાગ લીધો. એનું સ્ટેટમેન્ટ’ સુંદર હતું. એના પ્રયત્નની ‘ટાઈમ્સ ને પણ નોંધ લેવી પડી એ સરસ કહેવાય. બાપુ બહુ રાજી થયા. લાલા દુનીચદે લખ્યું હતું કે હવે તમે ભવિષ્યમાં આવું પગલું લો ત્યારે દેશને બધી બાબતની જાણ કરીને આવું કરજો. ૨૨-૨ ૦-'રૂ ૨ દેશની શિસ્તમાં તમારે પણ રહેવું જોઈએ. એને લખ્યું: "Of course, I am under discipline like everybody else. But what shall man's discipline avail when God imposes His own?” e “ ખરી વાત છે. બીજા સધળાની માફક હું શિસ્તને અધીન જા છું. પણ ઈશ્વર જ્યારે પોતાની શિસ્ત ફરમાવે ત્યારે મનુષ્યની શિસ્તનું શું ચાલે?” - એક બહેને લખ્યું કે “ મારા પતિએ ઉપવાસ માટે દુ:ખ બતાવ્યું, તેમાં હું ભળી નહોતી. કારણ મને તો વિશ્વાસ હતો કે બધાં સારાં વાનાં જ થવાનાં છે.” તેને બાપુએ : "Women like you instinctively saw the correctness of the fast and did not fear the result. Infect your husband with your faith.

  • તમારા જેવી બહેનો અંતવૃત્તિથી ઉપવાસની ચેગ્યતા જોઈ ગયાં અને તેમને પરિણામનો ભય ન લાગે. તમારી શ્રદ્ધાનો ચેપ તમારા પતિને લગાડે.”

જેક હોઈ લૅન્ડને સરસ કાગળ આવ્યા હતા જેમાં એણે ઉપવાસને “ બલિદાનનું અદ્ભુત કાર્ય' કહીને લખ્યું હતું : - “ વર્તમાનપત્રો પરથી તેમ જણાય છે કે તમારી પદ્ધતિ જેને હું ખ્રિસ્તી પરિભાષામાં કંસારહણની પદ્ધતિ માનું છું તે સફળ થતી હાવાનાં ચિહ્ન જણાય છે, જ્યારે જમાનામાં થયાં બીજી વૃત્તિથી અને બીજી પદ્ધતિએ કરેલા પ્રયત્નો લગભગ નિષ્ફળ નીવડ્યા હતા.' એને બાપુએ લખ્યું : "Your letter is among the treasures, I have received on the fast. It is a matter of great joy to me if some have misunderstood the fast, friends like you have had no difficulty in appreciating it. And if one may judge an act by its results it has proved to have been from God."