પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૫ આચાર વિનાના વિચાર નકામા આજની આશ્રમની ટપાલના કાગળામાં ભાવિના ધ્વનિ વાગી રહ્યા છે. બબલભાઈને લખેલા કાગળમાં : “ અમુક વસ્તુ કરવી સારી છે એ નિશ્ચય થયા પછી તે કરતાં એક ક્ષણ પણ ન રોકાવું. કેમ કે માથે મેત લટકે છે. તેથી સારાના આરંભમાં વિલંબ કરતાં આખું સારું રહી જાય. કેમ કે જીવ દેહ છોડે છે ત્યારે આરંભા સાથે લઈ જાય છે. અમલ થયા વિનાના વિચારો તો તેને ખાતે મંડાય છે. ધારો કે આગગાડીમાં જતાં સાથે પાંચ રૂપિયા લઈ જવાને મેં વિચાર કર્યો છે, પણ આળસથી ન લીધા. ગાડીમાં બેઠે. વિચાર હું વટાવી ન શકું. ને તે મારા મગજ ઉપર બોજારૂપે રહી મને કોતરશે. - 4 પ્રાર્થનામાં એઠે છતાં જે ભજનાદિમાં ભાગ નથી લેતા તે અસત્ય આચરે છે.” બીજા કાગળમાં : ૮૮ કરેલાંની કિંમત છે. આચાર વિનાના વિચાર ગમે તેવા સારા હોવા છતાં ખેટા મેતી જેવા સમજવા.”

    • આપણા પડેાશીના હમેશાં ગુણ જોવા, પોતાના હમેશાં દેાષ જોવા. તુલસીદાસ જેવા અં તે પોતાને કુટિલ તરીકે વર્ણવે છે.

ઈશ્વરત્વ, કર્મ, પ્રારબ્ધ, ભક્તિ, વગેરેના અનાદિ પ્રશ્નો પૂછનારાઓને પણ ઘણા જવાબ આપ્યો : “ પરમેશ્વર ઔર પ્રકૃતિ એક હી વસ્તુ હૈ. દેવતા પરમેશ્વરકી એક એક શક્તિ હૈ. ઉસકી ઉપાસનાસે ભી તમે પરમેશ્વર તક પહુઁચા જા સકતા હૈ.” | ‘કમ પ્રાધાન્યમા વર્ણન કરકે તુલસીદાસજીને ઈશ્વરી ન્યાયકી પ્રશંસા કી હૈ. ભક્તકે પાપેકી ભગવાન ક્ષમા કરતા હૈ. શાસ્ત્રકી ભાષામે ઇસકા અર્થ યહ હૈ કિ ભક્ત જબ ભગવાનમેં લીન હો જાતા હૈ તબ શુદ્ધ હોતા હૈ. શુદ્ધ હાના પાપકા ક્ષય હી હૈ, જૈસે સુવર્ણ મંસે કુધાતુકા નિકલના .. .” | * સન્ત પુરુષકા એકાંતમે રહકર વિચારમાત્રસે ભી સેવા કર સકના સંભવ હૈ. ઐસા લાખામે એક નિકલ સકતા હૈ.” “ શરીરકા અસ્તિત્વ પૂર્ણ અહિં સાકા વિરોધી હૈ. બિના પૂર્ણ અહિંસા સત્યકા સાક્ષાત્કાર અસંભવ હૈ. લેકિન જે નિર્વિકાર હુઆ હૈ વહ બત નજદીક જાતા હૈ, ઉતના કાફી હોના ચાહિયે.” દડકા અર્થ આજ તક મૈને શરીરદંડ સમઝા હૈ. ભેજનાદિક બંદ કરના મેરી ક૯૫નાકે બાહર નહી હૈ. ઉસે મેં દંડ નહીં' કહેંગા. ભેજનકા સ્વતંત્ર અધિકાર કિસી સંસ્થામે કિસીકે નહી હૈ. સમઝતેકી બાત હૈ.' એક તરફસે નિયમપાલનકી શત હૈ, દૂસરી તરકસે ભોજનાદિક દેનેકી. સંસ્થામે ભાજનકા બદલા પૈસા હી નહીં, પરંતુ નિયમપાલન હૈ.'