પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આપણે સઘળા સ્મૃતિપૂજકે ૮૮ સામાન્યપણે સમજાય છે તે અર્થમાં મૂર્તિ પૂજામાં હું માનતો નથી એ વાત સાચી છે. પણ બીજાઓ મૂતિ મારફત ઈશ્વરની પૂજા કરે તેમાં હું નથી માનતા એમ પણ નથી. એક અર્થમાં તો આપણે બધા મૂર્તિ - પૂજકો છીએ. આપણી મૂતિના ઈશ્વરને આપણે પૂજીએ છીએ. એ મૃતિ સ્થળ રૂપની જ હોવી જોઈએ એવું નથી. ઈશ્વરની કલ્પના અને ઈશ્વરના ગુણે દરેક માણસનાં જુદાં જુદાં હોય છે. તેમ છતાં વાસ્તવમાં ઈશ્વર નિર્ગુણ છે અને કુપનાતીત છે. એટલે જ્યારે આપણે આપણું પાતાનું ઈશ્વર વિષેનું ચિત્ર બનાવીએ છીએ ત્યારે આપણે મૂર્તિપૂજક બનીએ છીએ. તેથી જેઓ પથ્થરની અથવા ધાતુની મૂર્તિમાં ઈશ્વરનો વાસ માને છે તેમને મારું મન વાડી કાઢતું નથી. તેઓ ખોટા નથી હોતા. કારણ ઈશ્વર સર્વ સ્થળે અને સર્વ વસ્તુઓમાં છે. કોઈ વસ્તુને આપણે ઈશ્વર તરીકે પૂજવા ઇચ્છીએ ત્યારે તેમાં ઈશ્વરનું અધિષ્ઠાન કરીએ છીએ. પણ જ્યારે માણસ સામુદાયિક પૂજામાં ભાગ લેતાં પોતાના સાથીઓને રાકે ત્યારે આપણને કહેવાનો હક છે કે એ પૂજામાંથી ઈશ્વર ભાગી જાય છે. ફરી પાછો પશ્ચાત્તાપ કરવામાં આવે અને પોતાના સાથીઓ પ્રત્યેનો પ્રતિબંધ દુર કરવામાં આવે ત્યારે ત્યાં ઈશ્વરની પ્રતિષ્ઠા થાય છે. હું આશા રાખું છું કે આ ખુલાસા સમજી શકાય એવો છે. તમે એ ન માનો એ જુદી વાત છે. મારે મતે આમાં ગંભીર સત્ય સમાયેલું છે. એ સત્ય ન જોવામાં આવે તો હું જે કહેવા માગું છું તે સ્પષ્ટ રીતે કહેવાની મારી અશક્તિના દોષ છે. મારી સ્થિતિ મેં સ્પષ્ટ રીતે ન મૂકી હોય તો તમે મારા કેડો ન મૂકશો.” ઊર્મિ લાદેવીને : "By a constant study of the Gita, you should learn to shed all care. When God is the care-taker for us all, why need we carry the burden? Ours is but to do the task that falls to our lot.. "Hence I would urge you not to think of retirement. True retirement is not a physical state, it comes from within. We have to find retirement in the midst of ceaseless work. And are not the minds of those who are living in caves, oftener than not ceaselessly at work?

  • We should not brood on our hard lot. The lot of those who would serve is generally, if not always, hard."