પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

સતત પ્રવૃત્તિમાં નિવૃત્તિ શેાધવાની ૧૨૯ ૮૬ ગીતાના સતત અભ્યાસથી તમામ ચિંતાથી મુક્ત રહેતાં તમારે શીખવું જોઈએ. આપણા સૌની કાળજી રાખનારા ઈશ્વર બેઠા છે, ત્યારે એ બાને આપણે નાહક શું કામ વીંઢારીએ ? આપણે તો આપણે ભાગે આવેલું કામ કરી છૂટવાનું છે. “ એટલે તમે નિવૃત્તિનો વિચાર જ ન કરો એમ હું કહું. ખરી નિવૃત્તિ શરીરની નથી હોતી, એ તો અંદરથી ઊગે છે. સતત પ્રવૃત્તિની વચ્ચે આપણે નિવૃત્તિ શોધવાની છે. અને ગુફામાં રહેનાર લોકોનાં મન પણ ઘણી વાર સતત પ્રવૃત્તિમાં હોતાં નથી ? e ** આપણી મુશ્કેલીઓનું આપણે રટણ ન કર્યા કરીએ. જે લોકો સેવાકાર્યમાં પડેલા છે તેમની સામે, હંમેશાં નહી તે ઘણું ખરું , મુશ્કેલીઓ હોય છે જ.” ખ્વાજાએ લખ્યું કે “ તમે અસ્પૃશ્યતાની સામે આ સત્યાગ્રહ કર્યો તા ત્રાસવાદીઓની સામે કાંઈ ન કરે? એની વિલાયતમાં કિંમત પણ અંકાય અને સહકારના માર્ગ પણ ખૂલે.” એને બાપુએ એક લીટીમાં જ જવાબ દીધો : "Terrorism does affect me to the very depth and if God pointed the way as He did on untouchability I should unhesitatingly take it."

  • ત્રાસવાદ જરૂર મારા અંતરને લેવી નાખે છે. અસ્પૃશ્યતાની બાબતમાં ઈશ્વરે જેમ માર્ગ દર્શાવ્યા તેમ એની બાબતમાં પણ દર્શાવે તો હું જરૂર કરું.”

આજે સવારે સુપરિન્ટેન્ડન્ટ પિતાના અનુભવો કહેતા હતા. ડેઈલ ભાગ્યે જ કોઈ એ ભલામણ કરેલા ખોરાક રદ કરે છે એમ એમણે કહ્યું. મેં મારી સાક્ષી પૂરી અને એને ડૉઈલનું એક વાકચ સંભળાવ્યું : “ જેલના ખેરાક રાજદ્વારી કેદીઓની નાજુક હાજરીને અનુકૂળ થઈ શકે એવી રીતે યોજાયેલ નથી.” વલ્લભભાઈ કહે : “ એ તો મારવાડી છે. કેદીને બાળવાનાં લાકડાંમાંથી થોડાં એાં કરે એવો છે.” પછી આગલા સુપરિન્ટેન્ડન્ટ અને આઈ. જી. પી.ઓની વાત ચાલી. ભંડારી કહે : “ કર્નલ મરેને ખરી કરકસર આવડતી હતી.” બાપુ : “હા, એણે તો ખરે વખતે ખરે નિર્ણય કરીને મારી જિંદગી બચાવી. જેલના વહીવટની ઝીણીમાં ઝીણી વિગતો તે જાણતો અને પોતાના કામમાં તે કુશળ હતા. એકેએક કેદીને ઓળખે. તેથી