પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૭૦ કામનું ભૂત ન બનાવાય તેનાથી જેમ સૌ બીતા તેમ સૌ તેના પ્રત્યે માન પણ રાખતા. જયાં જ્યાં તે ગમે ત્યાં ત્યાં એણે બહુ સારા અભિપ્રાય મેળવેલા છે.” - સુપરિન્ટેન્ડન્ટે પોતાના અનુભવ કહ્યા : “મેં એના હાથ નીચે કામ કરેલું છે. અને એની કડક શિસ્તથી મને બહુ લાભ થયો છે. મારી કારકિર્દીની શરૂઆતમાં હરડેલા સૂતરની ગાંસડીના હુંપચાસ રૂપિયા વધારે આપતા. તે માટે એણે મારી ધૂળ કાઢી નાખી હતી. ત્યારથી હુ" સાવધાન રહેતાં શીખ્યો છું. એ ઘણી વાર તીખા કાગળો લખતા. છતાં તેના પ્રત્યે હંમેશાં મારા આદરભાવ રહેલો છે.” - પછી બીજ સુપરિન્ટેન્ડન્ટ ડીલની વાત ચાલી. જ્યાં જ્યાં તે ગયો ત્યાં ત્યાં એ બદનામ થયેલ. રાજ્યપ્રકરણ, અર્થશાસ્ત્ર, અપરાધશાસ્ત્ર, બધાનું જ્ઞાન હોવાને તે દાવો કરતા. જેસના મિજાજ બહુ ખરાબ હતા. જોકે એનું હૃદય માયાળુ હતું. મેલ બહુ મીંઢો માણસ તરીકે જાણીતા થયો હતો. એના મેઢામાંથી શબ્દ જાણે બહાર નીકળે જ નહીં અને તે શું કહે છે તે આપણે બહુ મુશ્કેલીથી સાંભળી શકીએ. | બધી વાતો છેવીની ઉપરથી નીકળી. પોતાને અમુક વાતથી અપમાન લાગ્યું, તે વિષે સુપરિન્ટેન્ડન્ટને વાત કરવાની હિંમત જ ન ચાલી, અને તેથી ચિડાઈને ખાસ ખોરાક લેવાની ના પાડી. પોતાને ખરચે મળે તે લેવાની હા કહી. બાપુ વચ્ચે પડવા અને બધું પાટે ચઢાવ્યું. સુપરિન્ટેન્ડન્ટ ફરિયાદ કરી કે એ કાંઈ પણ કામ કરવાની ના પાડે છે. માત્ર કાંતવાનું આપે તો લઉં એમ કહે છે. મેં કહ્યું : એ ન મળે, પણ સીવવાનું કામ કરો.” આજે સવારે બાપુ કહે : ‘ તમે ફળ સાફ કરવામાં એકલા ૪પ મિનિટ આપે તે નહીં ચાલે. અહીં લાવા અને આપણે ત્રણે સાફ કરીએ, એટલે ૧૫ મિનિટમાં થશે.” મેં કહ્યું : * મારી એટલી મિનિટ જાય, પણ તમે એટલે વખત કામ કરી શકશે.” બાપુ : “ ના, કામનું એવું ભૂત કેમ બનાવાય ? તો ખાવાનું બંધ કરું, પાયખાને જવાનું બંધ કરું, ચાલવાનું બંધ કર્યું, તો ઘણુ કલાક કામ કરવાના મળી રહે. વાલજીને હું ઠપકો આપું, પણ હું એના કરતાં શું સારા ? ” - હું : “ ત્યારે મારા વખત બગડે એમ શા સારુ કહે છે ?' હુંયે આખો દિવસ વાંચવાલખવામાં આપું એના કરતાં અાટલું કામ કરું તે સારું ના ?