પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

એક ઓરડીમાં આખું ઘર ૧૭૧ વલ્લભભાઈ વચ્ચે પડીને કહે છે : “ તમે એમને જવાબ આપતાં ન પહોંચી શકા. હોઠ સાજા તા ઉત્તર ઝાઝા. કોઈ વાતમાં એએ આપણું માને છે ?” | બાપુ : “ વલ્લભભાઈ, હા તો મારા કરતાં તમારા મોટા છે, એવો અનુભવ છે.” વલ્લભભાઈ : * ત્યારે શું ! પણ અહીં જ્યાં બેસવાનું ત્યાં જ ખાવાનું, ત્યાં જ ફળ તૈયાર કરવાનાં. અહીં માખી થશે, અહીં પાણી ઢોળાશે.” બાપુ : 66 મીરાબહેનની એક જ એારડીમાં રસોડું, સૂવાનું, વાંચવાનું, ઊઠવાબેસવાનું બધું જ છે ના? ” વલ્લભભાઈ : “ એ તો એક જ ઓરડીમાં આખું ધર હોય તેમનું પણ એમ જ હોય છે ના ? પણ અર્થી જયારે જગ્યા છે ત્યારે શા માટે એનો ઉપયોગ ન કરીએ ?” બાપુ : ‘ગરીબ માણસાની થોડી નકલ તો કરીએ. આફ્રિકામાં સાદુ જીવન ગાળવાના અખતરા પછી રસેડ', બેસવાનું, માં લેવાની કુડી, વાસણ માંજવાનું, સૂવાનું બધું એક જ ઓરડીમાં હતું, છતાં એની સ્વરછતા વિષે કોઈ કહી જ ન શકે.” - આજે બપોરે શીખ ભાઈ પ્રતાપસિંગને સરકલમાંથી બોલાવવામાં આવ્યા. જબરદસ્ત કદાવર શીખને જોઈને બાપુ બહુ ખુશ થયા. એ ૨૯મીએ છૂટવાના છે. બાપુને કહે : “ કાંઈ સંદેશો આપે.” | બાપુ કહે : “મારાથી સદેશ અપાય જ નહીં.” શીખ કહે : “ મારા પોતાના સંતોષ ખાતર આપે.” બાપુ : “ હા, એક સંદેશો આપું, કેમ કે એ મને જાહેર આપવામાં સકાચ ન થાય. તે એ કે કેંગ્રેસના કામ કરનારાએ છૂપું કામ કરતા બંધ થઈ જવું. આપણા તો પકડાઈ જવાના ધર્મ છે તે છૂપા શા સારુ ફરીએ ? એથી પ્રજામાં બીક સિવાય બીજું કશું ઉત્પન્ન થયું નથી.” શીખ ભાઈ કહે : ** તા તા જેટલા કામ કરવાવાળા છે એ બધા જેલમાં જાય અને બીજું કોઈ બહાર રહેશે જ નહીં.” બાપુ : “ એ તો સારું. ઈશ્વરની ઉપર બધું છોડયું છે ત્યાં માણસની તદબીર તે કયાં સુધી કામ લાગવાની હતી ? આપણી પાસે કામ કરનાર ન હોય, તો ભલે સૌ જાણે કે કોઈ હવે રહ્યું નથી. પણ આખા સમાજ આમ ડરપાક બની જાય એ અસહ્યું છે. તો સરકાર મારફતે પણ આ વસ્તુ જાહેર કર્યું. પણ નથી કરતો એનું કારણ એ કે સરકાર એનો દુરુપયોગ કરે અને અનર્થ કરે.”