પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

જગલી મધને ત્યાગ ૧૭૩ almost immediately. But surely there must be places in India where innocent honey is prepared. What about the Himalayan honey which we see in the market? "It was good of you to have sent the different varieties of honey. The parcel has not yet been received. I know we shall all eat it with relish and without any sense of guilt. Do you stock this honies or have you specially bought the specimens sent by you? With regards from us all, Yours sincerely M. K. Gandhi "P. S. Do I gather from your letter that it is possible to extract honey by scientific means from wild honey combs without injuring the comb or the bees? If it is not, must wild honey be beyond human reach unless one is prepared to destroy the comb and the bees ?

  • તમારા લાંબા કાગળ માટે ખૂબ આભાર. તમે મને લગભગ વટલાવ્યા છે ! જંગલી મધ લેવામાં રહેલા પાપની (મારી દષ્ટિએ) મને ખબર હતી. પણ મૂર્ખાઈથી અને આળસથી હું એ લીધાં કરતો હતો. જગલી મધ કેવી રીતે એકઠું કરવામાં આવે છે એનું તમે જે આબેબ વર્ણન આપ્યું છે તે ઉપરથી જંગલી મધનો ત્યાગ કરવા હું લગભગ તૈયાર થયેલા છું. એટલે તમે જોશે કે હું યરવડામાંથી જ્યારે બહાર નીકળીશ,

જે બહાર નીકળું તા, ત્યારે મારે શું કરવું એમ તમે ઈછા છે એ હું તરત જ કરીશ. હિંદુસ્તાનમાં જરૂર એવાં સ્થળા હાવાં જોઈ એ જ્યાં નિર્દોષ મધ મળી શકતું હોય. બજારમાં હિમાલયનું મધ આવે છે એને વિષે શી હકીકત છે ? તમે મને મધની જુદી જુદી જાતા મેકલી આપી એ માટે આભાર. હજી પારસલ અમને મળ્યું નથી. મળશે ત્યારે અમે બહુ સ્વાદથી અને પાપ કર્યાના ખ્યાલ વિના તે ખાઈશું. તમે મધ વેચે છે, કે મોકલેલા નમૂના ખાસ ખરીદીને મોકલ્યા છે ? અમારા બધાના વંદન. તમારા મો. ક. ગાંધી * તા. કે. જંગલી પૂડામાંથી મધમાખીને અથવા તો પૂડાને કશું નુકસાન પહોંચાડવા વિના શાસ્ત્રીય પદ્ધતિથી મધ લેવાનું શકય છે ખરું ? જે ન હોય તે જંગલી પૂડાનું મધ માણસ મધમાખીના અથવા પૂડાનો નાશ કરવા તૈયાર ન થાય ત્યાં સુધી આપણે મેળવી જ ન શકીએ એમ ગણાય ના ?