પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૭૪ ઝીણુ” સૂતર શું કામ કાંતવુ ? આશ્રમની ટપાલ. વિનોબાએ ઝીણા સૂતર સામે વાંધો ઉઠાવ્યો હતો. સામાન્ય સૂતરને વા૯મીકિની અને ઝીણાને ૨૪-૬ ૦–૨૨ બાણની કાદંબરીની ઉપમા આપી હતી. ગામડાંઓમાં અનિયમિતતા, ગાયનું દૂધ મળવાની શકયતા, શાકને અભાવ વગેરે મુશ્કેલીઓની વાત કરી હતી. તેને જવાબ :

  • બાણભટ્ટ અને વાલ્મીકિની સરખામણી બરાબર નથી. બાલકાંડ અને કિષ્કિ ધાકાંડની કરાય. કદાચ તેથીયે વધારે સરખામણી કિષ્કિ ધા અને ઉત્તરકાંડની. ઝીણું ૨૦૦ આંકનું અને તેથીયે ઉપરનું તે ઉત્તરકાંડ છે. તેના વિના કિષ્કિયાનો ઉપયોગ ન હોય. પૂર્વજોએ ગરીબોની પાસે વેઠ કરાવીને ઢાકાની શબનમ ઉતપન્ન કરાવીને ભોગીના ભાગને પોષ્યા. આપણે તેનું પ્રાયશ્ચિત્ત કરી યજ્ઞરૂપે ઝીણામાં ઝીણું સૂતર કાંતીએ અને ભગવાનને અર્પણ કરીએ. કળા બંનેની સામાન્ય છે. પેલી સ્વાર્થ પોષક હતી, આ પરમાર્થ પોષક થાઓ. ખાદીને વ્યાપક બનાવવા સારુ પૂર્વની શક્તિના પુનરુદ્ધાર આવશ્યક છે. જે ત્યારે ગુલામી સ્થિતિમાં શક્ય હતું તે આપણે સ્વતંત્રતાના યુગમાં સિદ્ધ કરી બતાવવું જોઈએ.'વિષયી જે વેસ્યાને સારુ કરે તેટલુંયે ભક્ત ભગવાનને સારું ન કરે ? આમાં આપત્તિ નથી, ખર્ચ નથી. કેમ કે ધીરે ધીરે આપણે આમાર્પણ કરી બારીક કાંતવું છે. ખાદી સારી સાંઘી ને સારી કરવાની યુક્તિઓ પણ ઝીણું કાંતતાં ઝટ મળે એમ છે. એ મેં અનુભવ્યું. “ થાવાન અર્થ ગુવાને ” અહીં લાગુ પડે છે.

ઉપલી વિચારશ્રેણી તમને ભાવે તે યાજ્ઞિકને સારુ વીસનો આંક કાં હું ઓછામાં ઓછો ગણું છું તે સમજાવવાપણું નથી રહેતું. પણ એ કાંઈ વેદવાકય નથી, એ સિદ્ધાંતરૂપે નથી મુકાયું. યાજ્ઞિકના ભાવની તેમાં પરીક્ષા રહેલી છે. એક સંસ્થાએ આવું કંઈક કરવું જ જોઈએ. ગમે તેવા તાંતણે ખેંચે તે યજ્ઞમાં નહી’ ખપે, કંઈક નિયમ હોવા જોઈ શ, કંઈક પ્રમાણુ હાવું જોઈશે. જો એમ હોવું જોઈ એ તો વીસ આંક ભારે ન જ ગણાવા જોઈએ. યાજ્ઞિક વેઠ ન ઉતારે. યાજ્ઞિક પોતાના યજ્ઞમાં ભાવ ભરે, કુળા પૂરે, રંગ રચે, તદ્રુપ થાય. યજ્ઞનું દ્રવ્ય શુદ્ધતમ હોવું જોઈ એ ના ? “ હજુ ન સમજાવી શકયો હોઉં તો ફરી પૂછજો. મને મારા મત વિષે શંકા નથી. પણ તમને ન સમજાય ત્યાં લગી મને ચેન ન વળે.'

  • ગામડાંઓ વિષે બહુ કઠણ કામ છે. પ્યાજ વિષે સ્મૃતિ કંઈ કહે તેની ચિંતા નહી'. આપણા અનુભવ કહે તે સાચુ. પ્યાજ ઔષધરૂપે લેવા યોગ્ય છે. મેં તે તેનો પ્રયોગ બહુ કર્યો છે, તેની બદબો મને પણ અળખામણી છે. હું તેનો ઉપયોગ નથી કરતા, પણ આવસ્યક જણાય