પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ગામડામાં કેમ જવું? ૧૫ તા જરૂર કર'. છેલ્લા ભાજન વખતે તેનો ઉપયોગ કરવાથી કેાઈના પ્રસંગમાં ઓછું આવવાનું રહે. ઔષધની માત્રામાં લેવાથી તેની બદબો ઓછી હોવાનો સંભવ છે. ગાયનું દૂધ કયાંય ન મળે એ તો આપણું દેવાળું જ છે ના ? સાથે ગાયના દૂધને માવા રાખે તે ઘી અને પ્રોટીન બને મળે અને તેની ભૂકી કરી ગરમ પાણીમાં ડેાઈ નાખે તે લગભગ દૂધના ગુણ આવે. તેમાં મેં સાકર ગાળ નથી સૂચવ્યાં, કેમ કે તેની આવશ્યકતા નથી રહેતી, અને તે લેતાં સ્વાદમાં કદાચ ખપી જાય. એટલે રાટલા, પેડા, પ્યાજ ને આબલી અથવા લીબુ આટલી વસ્તુથી ગુજારે થાય. રાત્રીના મેડા ખાવાનું સેવકા ન રાખે. ગ્રામવાસીઓની પાસે માત્ર રોટલાની અને પ્યાજની ભિક્ષા કબૂલે અથવા સ્વયંપાકી રહે. દરેક ઠેકાણે બની શકે તો પાણી ઉકાળી લે અને તે જ પીએ. આમાં કોઈની ઉપર પડવાપણું ન રહે. કોઈને કષ્ટ ન પડે. આપણે સારુ કંઈ જ નવું કરવાનું ન રહે. સૂવાનું ખુલ્લામાં રાખે. સર્પાદિથી યથાસંભવ બચવા સારુ ખાટલા મળે તો તેનો સ્વીકાર કરે. આ બધું વગર અનુભવે જ ભરડ જાઉં છું. ગામડાંમાં જતાં મને જે સગવડો મળી છે તે બીજાને ન મળે એ હું જાણું છું. આમાંથી જે શકય અને સ્તુત્ય હોય તે કરવું ને બાકીનું ફેંકી દેવું. આ તો તમને વધારે વિચાર કરવામાં ઉત્તેજન મળે તેથી લખી નાખ્યું છે. ગ્રામપ્રવેશ અતિશય કઠણ છે એ હું બરાબર સમજુ છું. એમ છતાં આપણે એ કર્યો જ છૂટકો છે. તેથી તમારા આરંભ મને બહુ ગમે છે. દરેક સેવકને સામાન્ય વૈદાનું જ્ઞાન હોવું જ જોઈ એ. એ સહેલું છે.” | પૂજાભાઈના મરણના ખબર શનિવારે રાત્રે મળ્યા. એના જેવા “મ7શર્મા', “ મતપુરાવા’ ‘મચાની’ અને ‘મો નમાર કરવાવાળા' બાપુભકત જોયા નથી. એમનાં છેવટનાં વર્ષ બાપુના સ્મરણ અને ધ્યાનમાં ગયાં. સાધુતા સિવાય એનામાં બીજું કશું ભાળવાનું મળ્યું નથી. બાપુએ એમને વિષે મર્યાદા મૂકીને પ્રેમાન્ ગાર કાઢચા છે, – ‘ચિરંજીવી પૂજાભાઈ' નામની નિવાપાંજલિમાં. આજે તાર કર્યો આશ્રમને : "Satyagraha Ashram, Sabarmati. Let us rejoice over Punjabhai's long sleep. Send full accounts last moments. Hope Ashram fully represented at funeral." “ સત્યાગ્રહાશ્રમ, સાબરમતી. પૂંજાભાઈની ચિરનિદ્રાને આપણને આનંદ હોય. છેલ્લી ક્ષણોને સંપૂર્ણ હેવાલ મોકલે. આશા રાખું છું સ્મશાનમાં આશ્રમનું સંપૂર્ણ પ્રતિનિધિત્વ હશે.”