પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૭૯ માંદગી પણું ભલા માટે હોય hopelessly ignorant as to the truth of things, I suppose the Gita teaches us to be equi-minded, no matter what fate overtakes us. So on the one hand we have to learn to be equi-minded, and on the other we have to apply natural remedies within our means in order to get well when we are ill. I shall try therefore not to be anxious about your health but pray that whatever is good for you may happen to you." મનુષ્ય તરીકે બોલતાં એમ કહેવાય કે તમારું બદકિસ્મત તમને સિનહરગામ લઈ ગયું. તમે ત્યાં તબિયત સારી કરવા ગયા અને ઇનફલુએન્ઝામાં પટકાઈ પડયો. પણ તમને સાવ પથારીવશ કરનારી આ માંદગી તમારા ભલા માટે કેમ નહીં હોય, એ કોણ જાણે છે ? સાચું શું છે એ બાબતમાં આપણું અજ્ઞાન એટલું નિરાશાજનક હોય છે કે હું ધારું છું કે ગમે તે દશામાં આપણે આવી પડીએ તાપણુ, ગીતા આપણને ચિત્તની સમતા જાળવવાનું શીખવે છે. એટલે એક તરફથી ચિત્તની સમતા જાળવવાનું આપણે શીખવું અને બીજી તરફથી જ્યારે માંદા પડીએ ત્યારે સાજા થવાને માટે આપણાં સાધનની મર્યાદામાં હોય એવા કુદરતી ઉપચાર કરવો. એટલે તમારી તબિયતની ચિંતા નહીં કરવાનો હું પ્રયત્ન કરીશ અને પ્રાર્થના કરીશ કે જેમાં તમારું ભલું હોય તે થાઓ.” રામદાસની કેળવણી તો દરેક કાગળ દ્વારા હાય જ :

  • મનનથી તારા નિશ્ચયને બળ મળ્યાં જ કરશે. ગીતાને છણી નાખે ને તેના મૂળ શબ્દોનો વિચાર કર્યા કરે તો તેમાંથી જ ઘણું અને જોઈતું બળ મળે છે. મને તો એમ જ થાય છે. ગીતાને સંરકતમાં સમજી લે છે ? સંસ્કૃતનો અભ્યાસ કરે છે કે ? બીજું વાચન ટેસ્ટેયના નિબંધો.

ઈમિટેશન ઓફ ક્રાઈસ્ટ' વાંચવા મેગ્ય છે. બુદ્ધદેવનું ચરિત્ર વાંચવું જ જોઈએ. * લાઈટ ઑફ એશિયા’ સમજાય તો તે. રામાયણ વાંચી જાય તે તો સરસ છે જ. હિંદીમાં “ બ્રહ્મચર્ય' નામનું નાનકડું પુસ્તક બહુ સારું છે. તે વાંચવાની ઈચ્છા હોય તો આશ્રમમાંથી મંગાવી દઉં'. * નીતિનાશને માગે” નામના મારા લેખો છે તે પણ વાંચવા જેવા છે. હાલ તો આટલું વાચન બસ ગણાય. નિશ્ચય કેમ પાર ઊતરશે એવી મિથ્યા ચિંતા ન કરતાં, તેને બદલે એમ વિચારજે કે નિશ્ચય પાર ઊતરશે જ ને ભગવાન સહાય કરશે જ. એ મનમાં દઢાવીને તારા કાર્ય માં લીન થઈ રહેજે. વાંચવામાંય અધીરા ન થજે. ન સમજાય તે ફરી વાંચજે. ભલે વાર લાગે. યાદ ન રહે તોયે ઉકળાટ ન કરતાં પ્રફુલ્લિત રહેજે. તારી