પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૮૦ બાળકોને અથ" પણ સચમ જાળવો જોઈ એ ગતિ ગમે તેવી ધીમી હોય તેની ફિકર ન કરતા. કોઈ દિવસ બધું એની મેળે સહેલું પડશે. શરીર બગાડીને કાંઈ ન કરતા. મગજ બાજે ઉપાડી શકે તેટલે જ તેની પાસે ઉપડાવજે.

  • બાળકા વિષે તારો લાભ બરાબર છે. આજથી એની ચિંતાનું કારણ નથી. હાલ તો તેનાં શરીર સરસ થાય તે આવશ્યક છે. તેમાં નીમુની મદદ જોઈ એ. નીમુને હું લખી રહ્યો છું. હમણાં તો કાગળ ઠીક આવે છે. તે લખ્યાં કરજે. તેનાં શરીર બરાબર ઘડાશે ને શુદ્ધ વાતાવરણમાં ઉછરશે તો તેની મેળે તું ઇછે એવાં થશે. તારું લખવું તે યથાર્થ જ છે કે તેઓને અર્થે પણ તમારે બંનેએ સંયમ જાળવી રહ્યો છે. શુદ્ધ કેળવણી કેને કહેવી, એ કેમ અપાય, આ જમાનાને યોગ્ય કેળવણી કઈ, આ બધું વિચારવા જેવું છે. તે વિચારવાને વખત પુષ્કળ છે. એ વિષે જે પ્રશ્નો ઉઠે તે પૂછજે. તું ઇચ્છીશ તો ટૂંકામાં તને મદદરૂપ થાય એવું થાડું લખી મોકલીશ. . . . . - “ સુરેન્દ્રનું માચીકામ ધમધોકાર ચાલતું હશે. તેને કહેજે કે ભગવાન જેડામાં, મૃત જાનવરના ચામડામાંયે સુખેથી રહે છે. મારે સારુ હમણાં તળિયાનું ચામડું આવ્યું તે સરસ છે. તેમાં ભગવાન બહુ રૂપાળા લાગે છે. ભગવાન કંઈ પ્રથામાં જ વસે છે. એવું નથી. તુલાધારની વાત સુરેન્દ્રની પાસે સમજી લેજે, ને તે પણ ફરી વિચારી જાય. ભગવાનને ગાતવા સારુ અભિમન્યુના ચકરાવામાં ગોથાં નથી ખાવાં પડતાં. એ છે કાખમાં, ને વિસ્કૃતિથી ગામ બધુ ખુંદી વળીએ છીએ, તે પછી જ્યારે યાદ આવે છે કે એ તો કાખમાં છુપાઈને બેઠા છે ત્યારે આપણી મૂર્ખાઈ ને રડીએ છીપે ને હસીએ છીએ.” - કાલે મેજર ડૉઈલના કાગળ ભંડારી બતાવી ગયા. “ રાજદ્વારી કેદી મો. ક. ગાંધીને જણાવજે કે મારા પર લખેલો, પણ સરકારને માટેની એમને કાગળ સરકારમાં મોકલ્યા છે ! ”

ઉપવાસનાં પારણુ વખતે કવિ હાજર રહ્યા હતા, ત્યારના દશ્યનું કવિની કલમનું વર્ણન છાપામાં આવ્યું છે. સરસ વર્ણન છે. ડૉકટર ભાકર પકડીયાના ખબર છે. ખૂબ કામ કર્યા પછી પકડાવું એના જેવી શાંતિપ્રદ વાત એકે નથી. ૨૭-૨ ૦–’ રૂ ૨ ડૉ. હરિસિંગ ગૌરના કાગળ આવ્યા, જેમાં જણાવ્યું કે “ બૌદ્ધ ધર્મ જ હિંદુ ધર્મનું શુદ્ધ સ્વરૂપ છે. શંકરાચાર્યે બ્રાહ્મણની ઉગ્રતાના ખ્યાલ ઉપર બંધાયેલા હિંદુ ધર્મ