પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૮૨ બુદ્ધના ઉપદેશની સ્થાયી અસર વિવાહ વિષેનાં બંધનમાં તેમ જ ઊંચનીચના ભેદમાં હું માનતો નથી. વિવેકાનંદની માફક હું માનું છું કે શંકરાચાર્યે હિંદુસ્તાનમાંથી બૌદ્ધ ધર્મને હાંકી કાઢયો નથી કારણુ શંકરાચાર્ય પોતે જ પ્રચ્છન્ન બુદ્ધ હતા. તેમણે તો માત્ર તેમાં પેસી ગયેલા સડા દૂર કર્યા અને હિંદુ ધર્મથી તેને અલગ પડી જતા અટકાવ્યું. મારો અભિપ્રાય એવો છે કે બુદ્ધના ઉપદેશની અસર હિ દુસ્તાનના જેવી સ્થાયી બીજે કયાંય થઈ નથી. તેમ છતાં હિંદુ ધર્મમાં આપણે ધરમૂળથી સફાઈ કરવાની જરૂર છે એમ કહેવામાં હું તમારી સાથે પૂરેપૂરો સહમત થાઉં છું. ne શંકરરાવ ઘાટગેએ લખ્યું કે પુનર્જન્મ વિષે ચાર લીટી એવી લખો કે જેથી એને વિષે શ્રદ્ધા ઉતપન્ન થાય. બાપુએ લખ્યું : ૪ઇસ શરીરકે નાકે સાથ આત્માકા નાશ નહીં હૈ ઐસી પ્રતીતિ સબકા હૈ. અસે હી ઇસ શરીરકે પહલે ભી આતમાકા અસ્તિત્વ થા. યદિ યહ સચ હૈ તો આત્માકા દુબારા દેહ ધારણ કરના નહીં હોગા, યા ઈસ દેહકે પહલે દેહ ધારણ નહીં કિયા થા ઐસા માનનેકા કોઈ કારણ નહીં હૈ. પરંતુ આજ આત્મા દેહધારી હૈ ઇસલિયે ભવિષ્યમે ભી દેહધારી હોગા અસા માનના પ્રવાહપતિત હૈ.” મીરાબહેનના અહીંના વાસનાં સાત વરસ વિષે એને કાગળ હતા. બાપુને સાતમી નવેમ્બરે જોયા તે દિવસે બ્રહ્મચર્યનો ઉદય થયો, તે થયો, એ ભાવ અદ્ ભુત છે. બાપુએ એને જવાબ આપ્યા તેમાં આ સાત વરસમાં એને ઘડવાના પોતાના પ્રયત્ન વિષે ઉલ્લેખ કરતાં લખે છે : "The seven years seem like a dream. As I recall the terrible scoldings I tremble, and I derive such comfort as is possible from the fact that it was love that was scolding. But I know that there was a better way. As I look back upon the past I realize that my love was impatient. To that extent it was ignorant. Enlightened love is ever patient. Ignorant love is a crude translation of the word moha in Sanskrit. I shall learn to be patient. As I watch myself in little things, I know that I have not yet acquired that measure of patience which true love demands. That patience shall come."

  • સાત વર્ષ સ્વપ્ના જેવાં લાગે છે. હું તને ખૂબ વઢવ્યો છું તે યાદ કરતાં હું ધ્રૂજી જાઉં છું. પણ પ્રેમ એ ઠપકા આપતા હતો એ હકીકતમાંથી શકયું તેટલું આશ્વાસન હું લઉં છું. હું જાણું છું કે એના કરતાં સારા માગ હતો. ભૂતકાળનો વિચાર હું કરું છું ત્યારે મને સમજાય છે કે મારા