પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રેમમાં હમેશાં ધીરજ હોય છે પ્રેમમાં અધીરાઈ હતી. એટલે દરજજે એ પ્રેમ અજ્ઞાન હતા. જ્ઞાનમય પ્રેમમાં હમેશાં ધીરજ હોય છે. અજ્ઞાન પ્રેમ એ સંસ્કૃત શબ્દ મેહનું કઢંગુ ભાષાંતર છે. વધારે ધીરજ કેળવવા હું પ્રયત્ન કરીશ. નાની નાની વસ્તુઓમાં મારી જાતને હું તપાસું છું ત્યારે હું જોઉં છું કે સાચે પ્રેમ જેટલી ધીરજ માગી લે છે તે હજી મારામાં નથી આવી. એ ધીરજ કેળવ્યું જ છૂટકો છે.” આજે રાત્રે પહેલી નવેમ્બર પછી ઉત્પન્ન થતી પરિસ્થિતિમાં શું શું કરવાનું છે એ વિષે ઠીક ચર્ચા થઈ. હજી બાપુએ આશા છોડી નથી કે કાંઈ તાડ આવશે અને બાપુને તપશ્ચર્યા નહીં આદરવી પડે. પણ આદરવી પડે અને અમને શ્યા' પાડે છે, અથવા ન છૂટા પાડે તો અમારે કરવાના કર્તવ્ય ઉપર ઠીક ચર્ચા થઈ અને સ્પષ્ટીકરણ થયું. શ્કેટલેંડના બાળમંડળના તંત્રીને એક કાગળ હતા જેમાં બાળકોની પ્રાર્થના અને ધન્યવાદ હતા. એને કાગળ લખ્યા : ૨૮-૧૦-'૩૨ : “I have always prized the blessings of children, because they are generally so innocent. Don't you know that there is no such thing as soul force without God behind it? Therefore the distinction that you have made is wrong. Any way I have no knowledge of any person believing in the existence of the soul and denying God. "I like very much the idea of your praying for the peace and prosperity not only of your own land, but of the whole world. Personally I do not believe in patriotism that excludes the welfare of other countries than one's own. I therefore wish you every success."

  • બાળકોના આશીર્વાદને હંમેશાં હું બહુ ભૂખ્યો હોઉં છું, કારણ સામાન્ય રીતે બાળકો બહુ નિર્દોષ હોય છે. જેની પાછળ ઈશ્વરને હાથ નથી એવું આત્મબળ જ ન હોઈ શકે એ તમે જાણતા નથી? તમે જે ભેદ પાડ્યો છે તે ખેટે છે. હું તો એવા કોઈ માણસને ઓળખતા નથી જે આત્માના અસ્તિત્વમાં માનતા હોવા છતાં ઈશ્વરનો ઇન્કાર કરતા હોય.
  • કેવળ પોતાના દેશની નહી , પણ આખી દુનિયાની શાંતિ અને આમાદી માટે પ્રાર્થના કરવાના તમારા વિચાર મને બહુ ગમે છે. હું પોતે તો એવી દેશભક્તિમાં માનતો જ નથી, જેમાં પોતાના દેશ સિવાય બીજા