પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૫ શાંત સત્યાગ્રહનો મહિમા પછી ખબર આપે કે એ એની હઠને લીધે મૂઓ તેમાં સરકાર શું કરે ? એને મારી પ્રતિષ્ઠા વધે એની ઈર્ષા છે. કોઈ પણ રીતે એની પ્રતિષ્ઠા વધતી શી રીતે અટકાવી શકાય ? આ છૂટ આપવી એમાં મારી પ્રતિષ્ઠા વધારી મૂકવાપણું રહેલું છે એટલે એ ન જ થાય. “ એને મરવું હોય તો મરે’ એમ જરૂર એ કહી શકે છે. પણ મને આશા છે, સરકાર એટલી હદ સુધી ન ઊતરે. પણ ઊતરે તોયે શું ? હરિશ્ચંદ્રને પોતાની સ્ત્રી અને દીકરા પ્રત્યે શું કરવું પડયું હતું ? સત્યાગ્રહની પરાકાષ્ઠા તો એ જ ના ? અને સાચી વાત તો એ છે કે ગયા સત્યાગ્રહના કરતાં પણ આ વધારે શુદ્ધ છે અને વધારે સરળ તો છે જ. ગયે સત્યાગ્રહ સમજાવવા માટે ભાષ્યની જરૂર રહેતી અને તેય કેટલાક ન સમજી શક્યા. આને તો બાળક પણ સમજી શકે. ગયા સત્યાગ્રહ વાજતેગાજતે કર્યો. આ શાંતિથી કાઈ ન જાણે એમ કરીશું. એમાં એની વધારે શાભા છે. ઈશ્વર મને ટકાવી રાખે, અંતિમ હદ સુધી જવાની શક્તિ મને આપે એટલે કે અંતિમ ઘડી સુધી હું પ્રેમથી જ ઊભરાયા કરું, ક્રોધ અને ચીડ પ્રવેશ ન કરે તો એ સત્યાગ્રહ સ્વરાજનું એક મોટામાં મોટું પગથિયું થઈ પડવાનો છે. એમાંયે આખા દેશને તાલીમ છે. પેલે ઉપવાસ છોડયાને મહિના થયા ત્યાં તો ઈશ્વરે આ અનુપમ અવસર આપી દીધા, તે કેવી રૂડી વાત છે?” એક બંગાળીએ લખ્યું : “ તમે “હરિજન' નામ આપીને અસ્પૃશ્યનું બીજું નામ કાયમ કરવા માગતા લાગો છો. એને જુદુ ૨૬-૧૦-'૩૨ નામ આપવાનું જ જવા નહીં દો ? ” માટે લાંબા એક ફૂલ કૅપનો કાગળ ભર્યો હતો. તેના જવાબમાં : "Your objection would be sound if 'Harijan' was to be used for all time to denote "untouchable' brethren, but whilst they have to be distinguished, I felt that untouchables' or its vernacular equivalent was no longer equivalent." ' k& * હરિજન” શબ્દ અસ્પૃશ્ય ભાઈ એાને ઉદ્દેશીને કાયમ વપરાવાના હોય તો તમારા વાંધા બરાબર છે. પણ અત્યારે તો તેમને જુદા પાડીને દર્શાવ્યા સવાય છૂટકો નથી. તેની સાથે મને લાગે છે કે “અસ્પૃશ્ય’ અથવા તો દેશી ભાષાઓમાં વપરાતા બીજા શબ્દો તેમને માટે વાપરવા હવે ચોગ્ય નથી.” | બેસતા વરસની શુભેચ્છાઓ ઘણાના કાગળમાં લખી. બધામાં એક જ ભાવ : * તમારી ધર્મજાગૃતિ વા, તમારું નીતિબળ વધે, તમે વધારે સેવાપરાયણ થાઓ.”