પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અનશનના નિયમ એક સેની સજજને ફરી પરણવું કે નહીં – માતાની ઇચ્છાને વશ થઈને... એને વિષે નિર્મળ ભાવે કાગળ લખ્યા હતા. પરણવાની ઈચ્છા જરાય નથી. માતાને અતિશય આગ્રહ છે અને એક શુભેચછક અને ઉપકારકર્તાને ત્રણ માટી છોકરીઓ પરણાવવાની રહેલી છે, અને નાતમાં વરની અછત છે એટલે પેલાનું મન દુભાય છે. એને લખ્યું કે : ‘ તમે કદી ન જ પરણી એ વિશ્વાસ હોય તે ન પરણજો. પણ ઊડે ઊંડે ઈચછા હોય તો માતાની ઈચ્છાને વશ થજે. વરાની અછત માટે કન્યાઓને બહાર આપવી જોઈ એ. નાતજાતના વાડાને ધર્મની સાથે કશાય સંબંધ નથી. હિંદુ ધર્મમાં એ ઘણા કાળથી ચાલતી આવેલી રૂઢિ થઈ ગઈ છે એ વાત ખરી, પણ રૂઢિઓ તો કાળે કાળે બદલાયાં જ કરે છે. તમારા કાગળ બહુ સ્વચ્છ છે એટલે આટલા ખુલાસા સાથે તમને જવાબ લખ્યા છે. નવા વરસમાં તમારી ધર્મવૃત્તિ વધે.” ! આ છેલ્લું વાક્ય તા. ક. તરીકે અને અજાણ્યા માણસને ! આજે સંવત ૧૯૮૯નું વર્ષ શરૂ થાય છે. બાપુએ શ્રીમતી સરોજિનીને એક હાર અને બકરીના દૂધને પંડે મોકલ્યા, રૂ ૦–૨૦-'૩૨ સાથે એક કાગળ. લેડી ઠાકરસીને પણ એક કાગળ માક -નવા વરસની શુભેચ્છાઓ સાથે. અસ્પૃસ્યતાનિવારણમાં કામ કરનારા શંકર નામના સેવકને લખ્યું : "I hope that the New Year will give you a larger spirit of sacritice, greater steadiness of purpose and a more vivid appreciation of self-restraint.') e “ નવા વર્ષ માં ત્યાગની વધારે વિશાળ ભાવના, ધ્યેયની વિશેષ સ્થિરતા અને આત્મસંયમની વધારે તાદશ સમજ તમારામાં આવે એમ મોહનલાલ ભટ્ટને લાંબો કાગળ લખ્યા. તેમાં અનશન કયારે કરાય, કાનાથી કરાય, એ પ્રશ્નનું થોડું વિવરણ કર્યું : તમને સંતોષ થાય એવી રીતે અનશનના નિયમ ઘડી શકે એમ નથી જોતા. આટલું કહી શકાય, તેમાં પૂર્ણ સત્ય અને પૂર્ણ અહિંસા હોવાં જોઈ એ; તે અંતરપ્રેરણાથી જ થાય, દેખાદેખીથી કદી ન થાય. પોતાના સ્વાર્થને અંગે કદી ન થાય, તેનો હેતુ કેવળ પારમાર્થિક હાલા જોઈ એ. કાઈ નો પણ દુષ જેમાં હોય એવા કામમાં અનશન હાઈ જ ન