પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

કર્યો ધમ સત્યની વધારે નજીક શકે. પણ અંતર્નાદ કોને કહેવો? એ બધાને હાય ? એ બે પ્રશ્ન મેટા છે. અંતર્નાદ તે બધાને હોય જ. પણ મધુરમાં મધુર સંગીત બહેરો જેમ ન સાંભળી શકે તેમ જેના કાન અંતર્નાદ સાંભળવાને સારુ ઊધડથા નથી તે એ નાદ ન સાંભળી શકે. અને જે સંયમી નથી તેના કાન અંતર્નાદ સાંભળવાને ઊઘડતા જ નથી. જેનામાં બીજા અધ્યાયમાં કક્ષા સ્થિતપ્રજ્ઞનાં, અથવા બારમા અધ્યાયમાં કહેલા ભક્તનાં અથવા ચૌદમા અધ્યાયમાં કહેલા ગુણાતીતનાં લક્ષણ હોય અથવા જેનામાં ત્રણેનું સંમિશ્રણ હોય એનામાં જ એ યોગ્યતા સંભવે.” e સુંદરમ્ નામના એક જેલી ખ્રિસ્તી ભાઈ એ સવાલ પૂછો : “ તમને કયા ધમ સત્યની સૌથી અધિક પાસે લાગે છે ? ” એને મેહનલાલના કાગળમાં જ જવાબ: - “ ભાઈ સુંદરમ પૂછે છે એ સવાલ ન પૂછવા જેવો છે, પણ જ્યારે એ પૂછે જ છે ત્યારે મારે કહેવું જોઈએ કે મારી દૃષ્ટિએ એકંદરે જોતાં સત્યની સૌથી અધિક પાસે’ હિંદુ ધર્મ છે. પણ સાથે જ એટલું કબૂલ કરતાં મને જરાયે સંકોચ નથી થતો કે એમાં મેહને વશ થઈને હું ભૂલ કરતો હોઉં'. પણ જો એ ભૂલ હોય તોયે એ સંતવ્ય છે અને આવશ્યક પણ છે, કેમ કે એટલે મેહ ન હોય તો મનુષ્ય કાઈ ધર્મને વળગી ન શકે અને જે બીજા કોઈ ધર્મમાં એ વધારે સત્ય જીએ તે તેમાં ગયા વિના રહી ન શકે, ન રહેવું જોઈએ. આને ઈશ્વરની માયા કહો કે જે નામથી ઓળખવું હોય તે નામથી ઓળખે; પણ એ જગતમાં છે. એમ હોવા છતાં બધા ધર્મ પ્રત્યે સમભાવ હોવા જોઈ એ. એટલે કે ખ્રિસ્તી ખ્રિસ્તી ધર્મને સત્યની વધારે નજીક માને, મુસલમાન ઈસ્લામને વિષે એમ માને, એ મારે હિંદુ તરીકે સ્વીકારી લેવું જોઈએ, અને તેઓને સારુ, તે તે ધર્મમાં ચુસ્ત રહેવાને સારુ એ આવશ્યક છે એમ પણ માનવું જોઈએ. એવી માન્યતાને સારુ મારામાં તેને વિષે ઠેષ પણ ન હોવા જોઈએ. તેઓની એ માન્યતા ભૂલભરેલી છે એમ પણ મારે ન માનવું જોઈ એ. હું ઉમેદ રાખું છું કે ભાઈ સુંદરમને અને તમને બધાને આ વાત સ્પષ્ટ થઈ હશે. એવા સંભવ છે કે બધા ધર્મોને વિષેનો આ મારો વિચાર મૌલિક છે. બીજાઓએ પણ એ રીતે વિચાર્યું હોય તો હું જાણતા નથી. મારે સારુ તે એ મૌલિક છે જ અને મેં એમાંથી રસના ઘૂંટડા પીધા છે અને એ વિચારને લઈને હિંદુ ધર્મમાં ચુસ્ત રહેતા હતાં બીજા ધર્મોને પૂજી શકું છું અને તેમાંથી જે સારું હોય તે વિના સંકોચે લઈ શકું છું. આ શોધની ઉત્પત્તિ અહિંસામાંથી છે.”