પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૯ર ગીતાનું મયબિન્દુ મધ્યબિન્દુ અનાસક્તિ હી હૈ ઉસમેં થોડાસા ભી શકે નહીં હોના ચાહિયે. દૂસરે કિસી કારણસે ગીતા નહીં લિખી ગઈ ઉસમેં મુઝે કુછ ભી શંકા નહી હૈ. ઔર મૈં તો યહ અનુભવસે જાનતા હૈ કિ બર્ગર અનાસક્તિકે ન મનુષ્ય સત્યકા પાલન કર સકતા હૈ ન અહિં સાકા. અનાસક્ત હોના કઠિન હૈ ઉસમે સંદેહ નહી હૈ. લેકિન ઉસમેં આશ્ચર્ય ક્યા હૈ ? સત્યનારાયણકા દર્શન કરનેમેં પરિશ્રમ તો હોના હી ચાહિયે ઔર બર્ગર અનાસક્તિકે યહ દર્શન અશકય હૈ.” - બપોરે બંને મેજરી બાપુને સમજાવવા આવ્યા. ખાસ ખોરાક નહીં તો દાળશાક બાફેલું વીશીમાંથી મોકલવામાં આવશે તે લે. દરમિયાને હું તા એ જ વસ્તુ કરવાનું સમજાવી રહ્યો હતો. બાપુએ મેજરને કહ્યું : “ આ ખોરાક હું ચાર દિવસથી વધારે વખત લેવાના નથી.” મેજર: ૮૮ ખારાક તમને માફક આવે તોપણુ ? ” બાપુ : “ હા, આ ઉત્તરોત્તર વધતા જતા અસહકાર છે. બધે આધાર સરકાર કેવું વલણ રાખે છે તેના ઉપર છે. આટલાથી જે સરકાર ન પીગળે તો મારી જાત ઉપર વધારે કષ્ટ મારે નાખવું રહ્યું. આ વસ્તુના વિચારથી મને તો આનંદ જ થાય છે. આનંદ એટલા માટે કે કાર્ય પવિત્ર છે. ધારો કે તેઓ મને મરવા દે, તો અસ્પૃશ્યતાનિવારણનું કામ હદપાર આગળ વધવાનું છે. બહારના લોકો મારા અ૫ કષ્ટસહનને મેટું બનાવશે અને પ્રસંગને પહોંચી વળવા જેટલા આગળ વધશે. દુ:ખ એ છે કે સરકાર આ કાર્યની મહત્તા સમજતી નથી. મારે આ કામને અંગે કેટલાયે કાગળાના જવાબ આપવાના છે.” મેજર : ૪% પણ એ લોકો તો કહેશે કે જવાબ આપતાં તેમણે તમને અટકાવ્યા નથી.” બાપુ: “ તમે શરત ભૂલી જાઓ છે. મારે તો આ કામને માટે મારા જવાબો બહાર પ્રસિદ્ધ થાય એ જોઈ એ છે. સંખ્યાબંધ દુષ્ટ બળા અત્યારે કામ કરી રહ્યાં છે. મારે જે કહેવાનું છે તેને ખૂબ પ્રસિદ્ધિ આપવાથી એ બળા ઉપર હુ’ કશી છાપ ન પાડી શકુ' તોપણ હુ’ જરૂર એટલું તો કરી શકું કે એ દુષ્ટ બળાની અસર નીચે જેઓ આવે છે તેમના ઉપર તો હું' છાપ પાડી શકુ. આ કામ કરી શકું એમ ન હોય તો જીવવામાં મને જરા પણ રસ રહે નહીં. વીસ દિવસ ઉપર મેં પહેલો કાગળ લખ્યો ત્યારથી મારું ચિત્ત આ બાબત ક્ષુબ્ધ રહેલું છે. એટલે મારે કેટલી વેદના સહન કરવી પડી છે તે તમે સમજી શકશે.