પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૯૩ ક” વગન ખેરાક લીધે હવે ચાર દિવસ કરતાં વધુ વખત એ વેદનાને લંબાવવાનું શારીરિક રીતે મારે માટે અશકય છે. કદાચ એક દિવસ પછી પણ એ અશક્ય બને અને હું કાલથી પણ ઉપવાસ શરૂ કરું, અથવા સાત દિવસ સુધી જે એ સહ્ય બને તો ત્યાં સુધી થાશું પણ ખરો. એને આધાર સરકાર મારા આ પગલાને જવાબ કેવા આપે છે તેના ઉપર છે.” આજે સવારે ‘વૈષ્ણવજન' ગાયું. છથી સાડાસાત સુધી ગીતાપાઠ કર્યો. બાપુએ છ વાગ્યે કાંજીને એક વાટકે પીધા. મે' ૨-૨ –' રૂ ૨ કહ્યું : “ હમેશની જેમ મધ અને પાણી પીવાને બદલે e ગરમ પાણી અને મીઠું ન પિવાય ? ” તો કહે : “ ન શા માટે પિવાય ? બધું પિવાય. પણ જ્યાં અસહકાર વધાર્યું જ જવાનું છે, ત્યાં વળી ગરમ પાણી અને મીઠું પીવાની કયાં વાત રહી ? સામાન્ય કેદીઓને ગરમ પાણી કેાણ આપે છે ? અરે જુલાબ લીધો હોય તે તે ઉપર પીવાને પણ ગરમ પાણી નથી મળતું ને.” આજના કાગળો ખાસ અગત્યના નહોતા. એક માણસે ‘હિંદુ’ને વિષે કડવી ફરિયાદો કરી હતી અને ગુરુવાયુર સત્યાગ્રહને જાહેરાત ન આપવાનો દોષ બતાવ્યો હતો. એને લખ્યું : "Whilst press propaganda has a value, substantial results are only attainable through solid, silent, persistent work. Those who realize this, will not deplore absence of notice of their work in the press."

  • જોકે છાપાંના પ્રચારની કિંમત છે, છતાં સંગીન પરિણામ તો ખંતથી અને મૂક રીતે કરેલા નક્કર કામથી જ લાવી શકાય છે. જેઓ આ વસ્તુ સમજે તેએાં છાપાંમાં પોતાના કામની નાધ ન આવે તેથી. દિલગીર ન થાય.”

સાકારીવાળા ઉપાસની મહારાજનાં બે પુસ્તકો આવ્યાં. કોઈ હામી પેસ્તનજી નામના માણસે મેકલ્યાં. બાપુએ તેને જવાબ આપ્યો : & તમે મોકલેલા પુસ્તકો મળ્યાં છે. ઉપાસની મહારાજને હું મળ્યો છું. મારી ઉપર તેમની બહુ ખરાબ અસર પડી છે અને એનાં લખાણોમાં ગંદકી જોવામાં આવી છે.” એક અંત્યજે લખેલું : . તમારા પ્રતાપે મંદિરો કૂવા ઘણાં ખૂલ્યાં. હજી ખૂલતાં જાય છે. હવે ઉપવાસ ન કરશો.” એને લખ્યું : મ-૧૩