પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ઈશેપનિષદના વિદ્યા અવિદ્યાને અથ ૧૯૭, તાર સવારના પહોરમાં ગયો. ગિન્નાયેલા આઈ. જી. પી.એ ટેલિફોન કરી પૂછયું : “ શા ખબર છે ? રોટલા છેડવ્યા કે નહીં ? ” - સનફિલ્ડ સ્કુલના વ્યવસ્થાપકાને કાગળ આવ્યા. તેમાં બાપુ ગયે વરસે જે દિવસે તે શાળામાં ગયા હતા તે જ દિવસે એ લખાય છે એમ હતું. બાપુની મુલાકાત માટે આભાર માનવામાં આવ્યા હતા અને બધું આમાની ઓળખ અને આત્માની કેળવણી ઉપર આધાર રાખે છે અને પિતાનું કામ વધતું જાય છે એમ જણાવ્યું હતું. બાપુએ લખ્યું : "I can well agree with much of what you say about the material and the spiritual. Matter without spirit is dead and spirit without matter cannot move. So long as we think of them and not it, each needs the help of the other. But I must not wander into the very beautiful realm." “ આધિભૌતિક અને આધ્યાત્મિક વિષે તમે જે કહો છો તેમાંના ઘણાની સાથે હું મળતો થઈ શકું છું. આમતત્વ વિનાનું ભૂતતત્ત્વ મૃત છે અને ભૂતતત્ત્વ વિનાનું આમતત્વ હાલી ચાલી શકતું નથી. જ્યાં સુધી આપણે એના નહીં પણ રોમનો વિચાર કરીએ છીએ ત્યાં સુધી એકને બીજાની જરૂર પડે છે. પણ આ બહુ રમ્ય પ્રદેશમાં હું વધારે ન ભટકું.” બાપુ આ લખાવતાં કહે : “ હશે પનિષદન વિદ્યા અવિદ્યાને આ જ અર્થ છે. અવિદ્યાથી મૃત્યુ તરવું અને વિદ્યાથી અમૃત મેળવવું એટલે હંમેશના મોક્ષ મેળવવા.” મેં કહ્યું : ** ગીતામાં જ્ઞાન અને વિજ્ઞાન છે એ પણ એ જ હોય.” બાપુ કહે : “ હોય અને ન હોય. ગીતામાં એવી વ્યાખ્યા છે જ નહીં', અનેક અર્થમાં એક શબ્દ વપરાય છે. વળી ગીતામાં વાત ફરી કરીને એકની એક કહી છે – અનાસક્તિ. જયારે ઈશોપનિષદમાં તો એક એક શ્લોકમાં નવી નવી વસ્તુ ભરી છે. ઈશના તેન ચક્રસેન મુનીયા: ”માં ગીતાના આખા ઉપદેશ આવી જાય છે. પણ બીજા બધા શ્લેકામાં દરેકમાં નવી વસ્તુઓ ભરી છે કારણ તે દરેક મંત્ર છે, જ્યારે ગીતાના દરેક શ્લોકમાં નવી વસ્તુ ભરી નથી.” વિલાયતના બે બાળકને ‘ એકામતે એકાજૂથે ' (jointly and severally ) કાગળ લખ્યા. બંને ઍઝના નવા મિત્રના દીકરા છે. બંને બાપુને મળ્યા હતા, પણ બાપુ ભૂલી ગયેલા. બંનેએ એ-ઝના ફેટેગ્રાફ મોકલ્યા છે. બાપુએ એનો આભાર માની “Your sincere friend' ‘તમારે સાચે મિત્ર' સડી કરી,