પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૯૮ ઠપકાથી તાવણી અને વિશુદ્ધિ સનફિલ્ડ સ્કુલના વ્યવસ્થાપકને કાગળ લખ્યો તેમાં * My friend and daughter Esther Menon’ ‘ મારી મિત્ર અને દીકરી એસ્થર મેનન’ એમ એસ્થરને વર્ણ વી. e સાંજે કહે : “ જુઓની, આ એક સાદી વાત છે કે આ કરાર પછી અને છ માસ પછી મારા ઉપવાસ આવવાના છે તે જોતાં મારે અસ્પૃશ્યતા વિષે કાગળપાની સંપૂર્ણ ટ હોવી જોઈએ એ આગ્રહ લોકેાના તરફથી થી જોઈ એ, પણ લોકે સૂઈ રહે છે અને મારે એને માટે ઉપવાસ કરવાની નોટિસ આપવી પડે છે. બિરલા પણ લખે છે તમે રજા મેળવી ? એ રજા બિરલાએ પોતે મેળવવી જોઈ એ. હા, મારા ઉપવાસની ખબર પડે તે પાછી જાગી જાય, અને આ હક મેળવવા માટે ખળભળાટ મચાવી મૂકે. પણ એમ ને એમ એ વાત કેાઈને સૂઝી જતી નથી.” મીરાબહેનને કાલે સુંદર કાગળ હતા. એના કાગળે હમેશાં એના આત્મા અને હૃદયની આરસી હોય છે. આ વખતના રૂ—??-' રૂ ૨ કાગળમાં લખે છે : હું મારા સમસ્ત હૃદયથી જાણું છું કે આપના ઠપકા અનંત અને ક્ષમામય પ્રેમથી પ્રેરાયેલા હતા. અને તેથી જ દુનિયામાં બીજા કશાથી ન થઈ શકે એટલી તાવણી અને વિશુદ્ધિ મારી થઈ છે.” પોતે ગીતાનો અભ્યાસ શરૂ કર્યો છે, કિસન સાથે એકેએક શ્લેક સમજવાનો પ્રયત્ન કરે છે. કુરાનનું પિકલનું ભાષાંતર વાંચે છે અને પોતાના વિચારો જણાવીને ધર્મ વિષેની પોતાની સ્થિતિ આમ સુંદર રીતે પ્રકટ કરે છે : હું અત્યારે કુરાનના પિગૅલનો અનુવાદ વાંચું છું. એ અનુવાદ વાંચવામાં સારા લાગે છે. એ પોતે સુસલમાન (અંગ્રેજ) છે અને તેથી પૂરા પ્રેમથી અને આદરભાવથી વસ્તુને રજૂ કરે છે. ખ્રિસ્તી ધર્મ ઉપરની એક આયત વિષે તમારા શબ્દો મને યાદ આવે છે. એવી ઘણી આયતો આમાં છે. એમ લાગે છે કે પયગમ્બરને જે ખ્રિસ્તીઓ સાથે કામ પડયું હતું તે ખ્રિસ્તીએ પોતાના ધમ બહુ સંકુચિત ખ્યાલ રાખતા હતા. પયગમ્બર સાહેબને તે ગમતું નહોતું. ઈસા મસીહ વિષે તેમને બહુ ભારે આદર હતા. મારા અજ્ઞાનમાં હું એમ નહીં' સમજેલી કે જે શાસ્ત્રો ઉપર ખ્રિસ્તી ધર્મ રચાય છે તે જ શાસ્ત્રો અલ ઇસ્લામના પાયામાં પણ છે. મને એમ લાગે છે કે મહંમદે આ શાસ્ત્રોનો ઉપયોગ એક સુધારક તરીકે કર્યો જ્યારે ઈશુએ એક ક્રાન્તિકાર તરીકે કર્યો. મારી આ છાપ વાજબી