પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૨૦૦ સ૨કારે બાપુની માગણીઓ સ્વીકારી અનુરૂપ હતા. બન્નેએ માનવ પ્રગતિમાં પોતાને અનન્ય ફાળો આપ્યા છે. જગદ્ગુરુઓમાં બન્નેનું સ્થાન સમાન છે. તે પોતાને આશ્રમવાસી તરીકે વર્ણવી એ તદ્દન બરાબર છે. તું ખ્રિસ્તનો ઈનકાર નથી કરતી પણ પોતાને આશ્રમવાસી કહેવડાવે છે, જે કાઈ પણ ધર્મગુરુનો ઇનકાર કરતો નથી. જુદા જુદા ધર્મગુરુઓના ઉપદેશોના અર્થ સાથે આપણે લેવાદેવા નથી. દરેક પોતાને અનુકૂળ આવે તેમ અર્થ કરી લે.” સવારે આ નકલ કરી રહ્યો હતો ત્યાં મેજર ભંડારી હિંદ સરકારને જવાબ લઈને આવ્યા. ઈશ્વરની અનહદ કૃપાનું આવું દર્શન કયાંથી થાય ? આવો સારો જવાબ સરકાર તરફથી કોઈ વાર મળ્યા જ નથી એમ બાપુએ કહ્યું. સરકારે બાપુની એકેએક માગણી કબૂલ કરી, એટલું જ નહીં પણ વહેલી ન કબૂલ કરવા માટે જાણે માફી માગી અને બાપુએ પોતાની ઉપર મૂકેલી શરતોના તેમના પાલન વિષે સંપૂર્ણ વિશ્વાસ પ્રગટ કર્યો. કે ભવિષ્યવેત્તાએ બાપુને બીજી તારીખે હાડશે એવી ખબર આપી હતી. મને લાગે છે કે આ છુટકારા કરતાં પણ વધારે સારી ખબર છે. મારી આંખમાં તો સરકારનો રૂપાળા અને વિનયી જવાબ વાંચતાં હરખનાં આંસુ આવ્યાં. e તેલ ચાળાવતાં ચાળાવતાં બાપુ કહે : “ આ તો સરકારે ઉપવાસના સિદ્ધાંત પણ સ્વીકાર્યો કહેવાય ના ?” મેં કહ્યું : “અને ઉપવાસને સ્વીકાર્યો તો સવિનયભંગને પણ સ્વીકાર્યો ન કહેવાય ? ” a બાપુ: “ એટલું બધું એ લોકો ન સમજે. બાકી ઉપવાસના સ્વીકારમાં સવિનયભંગના સ્વીકાર પણ આવી જાય છે. તમે જોજોને, બધી મુશ્કેલીઓ ધીમે ધીમે વિખેરાતી જશે. એ આપોઆપ જ સમજશે કે જે માણસ આટલી ઉત્કટતાથી અસ્પૃશ્યતાનું કામ કરવાનો છે તેને સવિનયભંગનો સમય કક્યાં રહેવાનો છે ? અને ઑર્ડિનન્સ ખેંચી લે તો સવિનયભંગને અવકાશ કયાં છે ? પણ એ પણ સમજે, જે આપણા માણસામાં શુદ્ધ સવિનયભંગની ભાવના હોય, શુદ્ધ અહિં સા હાય.” આ ખબર પહેલાં ‘ટાઈમ્સ'માં વડોદરા રાજ્ય અને કાશ્મીરના રાયે અસ્પૃશ્યતાના નાશનાં જાહેરનામાં કાઢયાની સારી ખબરો આજે આવી ગયેલી હતી. મેં વલ્લભભાઈને કહ્યું : “ આ ખબરની પણ હિંદુસ્તાન સરકાર ઉપર અસર પડયો વિના નહીં રહે.”