પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

२०२ - પશ્ચિમની અને અહીની અસ્પૃશ્યતા science. And you have very few workers. But as you and I have repeatedly found, what is difficult for man, is easy for God. Any way we have but to do our part of work. And I shall pray for success in your work. "I assure you I do not want to kill brother Ass. He is in God's safe keeping. If He means to starve him neither your effort nor mine can save him. For the present he is flourishing on goat's milk and plenty of fruit with homemade brown bread thrown in. "Gurudev is still at it. That little fast brought me many undreamt of treasures. Gurudev was the richest find. If some one had said, fast to find Gurudev' I should have done it without a second thought. I was dying to find a corner in his heart. Thank God, I found it through the fast. Love from us all. Yours Mohan વહાલા ચાર્લી, - “મારે બે કાગળાના જવાબ આપવાનો છે. અલબત્ત તમારે નિર્ણય સાચા છે. તમારે ત્યાંની અસ્પૃશ્યતાના પ્રશ્ન એક રીતે અમારા કરતાં ગૂંચવાયેલા છે. અહીંની અસ્પૃશ્યતા મરવા પડેલી રૂઢિ ગણાય. તેને જીવલેણ ફટકા મારનારા સુધારકાનું લશ્કર હમેશાં વધતું જાય છે. તમારે ત્યાંની અસ્પૃશ્યતા મરવાનાં કશાં ચિહન દેખાતી નથી. વિજ્ઞાનને નામે તેનું સમર્થન કરનારા ઘણા તેને મળી રહે છે. વળી તમારે ત્યાં કાર્યકર્તાઓ બહુ થોડા છે. પણ તમે ને મેં વારંવાર અનુભવ્યું છે તેમ માણસને માટે જે મુશ્કેલ હોય છે તે ઈશ્વરને માટે સહેલું છે. આપણે તો આપણા ભાગનું કામ કરી છૂટવાનું છે. તમારા કામમાં ફતેહ મળે તેવી પ્રાર્થના હું કરીશ. e “ હું તમને ખાતરી આપું છું કે આ ગર્દભબન્ધને હું મારી નાખવા ઈચ્છતા નથી. એ ઈશ્વરના હાથમાં સહીસલામત છે. એને જ એને મારા હશે તો મારા કે તમારા પ્રયત્ન એને બચાવી શકવાના નથી. અત્યારે તો પુષ્કળ ફળ, બકરીનું દૂધ અને તેમાં નાખેલી ઘેર બનાવેલી આખા ઘઉંની રાટી ઉપર એ પુષ્ટ થતો જાય છે. “ ગુરુદેવ હજી પ્રેમ વરસાવી રહ્યા છે. પેલા નાના ઉપવાસથી સ્વનેય નહીં ધારેલા એવા ધનના ખાના હું પામ્યો છું. તેમાં મોટામાં મોટો ખજાનો