પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૨૦૪ પ્રમુખસાહેબની નામારી બાપુ : ૮ પણ આની સામે એક વાંકે છે. સરકાર એમ ધારે કે આને કાઈ પણ રસ્તે બહાર નીકળવું જ છે.” હું : “ એ વાંધા ઘાતક છે ખરો.” બાપુ: ‘ કેમ વલ્લભભાઈ, તમે શું કહે છે ? " વલભભાઈ: (ચિડાઈને ) “ હવે તમે જરા જંપીને બેસવા દો લેાકાને ! બિચારા ત્યાં ભેગા થયા છે એમને સૂઝે એમ કરશે. ત્યાં વળી તમે આમ પિસ્તોલ બતાવી શા સારુ લોકોને અકળાવા છો ? બીજા માણસને પણ લાગશે કે આ માણસ નવરા છે, ટાણેકટાણે એ તો ઉપવાસ જ કર્યો કરે છે. છૂટવાને માટે આ બહાનું છે એમ માને એ તો વળી જુદી જ વાત.” બાપુ : ( હસીને ) “પણ મહાદેવ કહે છે તે પ્રકારના ઉપવાસ ?” વલ્લભભાઈ: * કોઈ પણ રીતના નહીં ! ” બાપુ : “ ત્યારે પ્રમુખસાહેબની સાવ નામંજૂરી જ છે ના ? ” વલ્લભભાઈ : “હા.” બાપુ : “ વારુ ત્યારે એ વાત ગઈ. તમે ના કહો તે થાય ? ” વલભભાઈ : ૪% એ તે અમારી પરીક્ષા કરવા તમે પૂછેલું. અમે ના કહીએ તો તમે હા કહો, અને અમે હા કહીએ તે તમે ના કહો એવા છે !” બાપુ : “વાહ, તો તો મારે ઉપવાસ કરવા જ જોઈ એ ખરું ના ?” વલ્લભભાઈ: ( હસીને) “ ઉપવાસ કરવા હોય તો કરીને આ બધા ગાળમેજીમાં ચાલ્યા તેની સામે !” બાપુ : “ એ તમારે કરવા જોઈએ. જાઓ તમને રજા આપું છું.” વલ્લભભાઈ : “ હાસ્તો. હું શા સારુ કરું ? હું કરું તો એ લોકો મને મરવા દે. તમારા તો એ બધા મિત્રો છે એટલે કદાચ માને ! પણ ગયેલા કાંઈ પાછો આવવાના છે ? જવા દો એ વાત ! એક વાત છે – આ દેશમાં બધા ઠંડાગાર થઈને હારીને બેસી ગયા લાગે છે તેની સામે ચાલીને, ત્રણે જણા ઉપવાસ કરીએ.” e બાપુ : ** એ તમારી વાત સે ટકા સાચી, પણ એનો અવસર આજે નથી આભે. એ અવસર આવે ખરી, પણ આજે નથી એમ મને સ્પષ્ટ લાગે છે.” વલ્લભભાઈ : “ જે તમારી રજા હોય તો એને માટે તો હું એક