પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ઉપવાસ કેની સામે હતા २०५ ગઈ કાલના નિવેદનમાં ઉપવાસનું રહસ્ય સમજાવતાં એ અસ્પૃશ્યતા નિવારણ ચાહનારા પણ ન કરનારા સામે છે એમ કહ્યું. ૧-૨ ? –રૂ ૨ પણ સનાતનીઓ માટે છે એમ કેમ ન કહ્યું, એમ મેં પૂછયું. બાપુ કહે : “ એ કહ્યું જાય એમ નથી. એ માટે સમૂહ રહ્યો. દાવો તો મારે છે કે હું સનાતની છું. એ અર્થમાં કે આમવર્ગ સનાતન કાળ માટે મને સાંભળે, એ લોકોને સાંભળનાર નથી. પણ એ લોકોને માટે છે એમ કહું તો એ લોકો દયાને પાત્ર છે એમ કહેવું પડે. થોડા અંગ્રેજો કે આંબેડકર કે બીજા કેટલાક જેમને માટે છે એમ કહ્યું હતું એનું કારણ કે એની સંખ્યા નાનકડી હતી. આ તો માટે સમૂહ છે. એને મારી દયાની પડી નથી. એના ઉપર અસર થવાની છે એની શંકા નથી, એનાં હૃદય પિગળાવવાને માટે એ છે એ વિષે પણ શંકા નથી, પણ એ વાત કહી ન જાય.” - આજે બીજુ નિવેદન ગયું. વઝ, કાદંડરાવ અને લીમયે લેવાને માટે આવ્યા હતા. ઘણા તારો કર્યો. રાજાજીને અને બિરલા, ઠકકરને આવવાનો તાર કર્યો. સરૂપરાણીને કમળાની તબિયતના તાર કર્યો. - રાત્રે હનુમાનપ્રસાદના કાગળ ઉપર ત્રાજુ નિવેદન લખાવ્યું અને હનુમાનપ્રસાદને લાંબા કાગળ લખ્યો. હનુમાનપ્રસાદની ફરિયાદ એ હતી કે સુધારક સનાતની ઉપર અત્યાચાર કરવા લાગ્યા છે, અસ્પૃશ્યતાનિવારણે મર્યાદા છોડી છે, બળાત્કારે મંદિરપ્રવેશ થાય છે, ઈત્યાદિ. સતીશબાબુને વણ અને જ્ઞાતિભેદ ઉપર લાંબા કાગળ લખ્યા : "I have endeavoured to explain the position in the press statement which you must have seen. I wonder whether it gives you satisfaction. I draw, as I have always done, a sharp distinction between castes and Varnas. Castes are innumerable and in their present condition they are a drag upon Hinduism. Therefore you and I do not observe caste distinctions. Varna stands on a different footing, and it means profession. It has nothing to do with interdining and intermarriage. People belonging to the four professions used formerly to interdine and even to intermarry and by so doing they naturally could not and did not leave their Varna. This is absolutely clear from the definitions of the different Darnas in the Bhagvat Gita. A man falls from his Varna when he abandons his hereditary profession.