પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

કંથારે લડાય ? ૧૯ 6 પાપપુણ્ય મૃત્યુ પછી પણ જીવની સાથે જ જાય છે. જીવ જીવરૂપે તેને ભોગવે છે. પછી તે બીજા દૃશ્ય શરીરમાં હોય કે સૂક્ષ્મ શરીરમાં તેની હરક્ત નથી.” આજની વલ્લભભાઈની ગમ્મત : * લખીવાંચીને કાણુ અમર થયું છે ? મારીને કે મરીને અમર થવાય છે.” આજે અનશન વિષેને પત્રવ્યવહાર ‘ ટાઈમ્સ ’માં આવવાની રાહ જોઈને બેઠા હતા, પણ ન આવ્યા. સાંજે કરેલી એકાએક ૨૨-૧-'રૂર આવીને કહેઃ “ૐ મહાદેવ દેસાઈનું કામ છે, ચાલો.” હું | ચાલ્યા. દરવાજાની બહાર મને કહે છે કે કેટલાક છોકરાએ ઉપવાસ કરી રહ્યા છે તેને સમજાવો. હું ગયો. એક જુવાન કર્ણાટકી સાથે મને મેળવવામાં આવ્યા. એક સિપાઈ એ ત્રણ જણને માર્યા હતા, તેની ફરિયાદ સુપરિન્ટેન્ડન્ટ પાસે ગઈ હતી. સુપરિન્ટેન્ડન્ટ એ સિપાઈને સજા કરી હતી, એ ચકકરમાંથી કાઢ્યો હતો. પણ આ લોકોની ચોપડીમાં લખ્યું : “શિસ્તના ભંગ માટે ચેતવણી આપી.' આ શેરાની સામે આ લાકાએ ઉપવાસ કર્યા હતા. મેં કહ્યું : “ ભલા માણસ, આવી ધૂળ જેવી વસ્તુની સામે કાઈ ઉપવાસ કરતું હશે ? એવું તો થયાં કરે. ઉપવાસના આકરા પ્રસંગ હોય છે, અને એના જેલમાં તોટો નથી.” પણ એ કાંઈ માને? એને તો પેલા શેરો રદ કરાવવા હતા. ફરિયાદ અમારી અને અમારી સામે શેરે શેને ? એની વાત સાચી હતી. કલીએ મને પાછા ફરતાં કહ્યું કે એની ગેરહાજરીમાં આ બધું થયું. નહીં તો કશુંય નહીં થાત.. | બાપુની પાસે આવીને મેં બધી વાત કરી. બાપુ કહે : “ તમારે પાછા આવવું હતું અને કહેવું હતું કે બાપુને મળ્યા વિના હું એની પાસે ન જાઉં', મારે બાપુની આજ્ઞા અને સૂચના લઈને જવું જોઈએ. બાપુને કહ્યા વિના તમે મને લઈ જાઓ એ બરાબર નથી. હવેથી ભવિષ્યમાં આવું બને ત્યારે એમ જ કરજો. સુપરિન્ટેન્ડન્ટ તમને જ લઈ જવાની સૂચના કરી હશે એ વાત સાચી, પણ કટેલીની ફરજ હતી કે મને બધું સંભળાવ્યા પછી તમને લઈ જાય. બાકી તમે કહ્યું એ તો બરાબર જ હતું. એવી રિમાર્ક સામે તે ઉપવાસ થતા હશે કે ? આ પ્રસંગે તો મને ફિરોજશા મહેતાએ આપેલી સલાહ યાદ આવ્યાં કરે. મારું પાલિટિકલ એજન્ટ અપમાન કર્યું હતું ત્યારે એણે કહેલું : “ અરે, એવાં તો ઘણાંયે ગળી જવાં પડશે. એને સંધરી બેસીને એના ઉપર બળાપ કર્યો શું વળે ? '