પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૨૧૦ માલિક અને ટ્રસ્ટીનો ભેદ સમજાયે હશે. આ શરીર ઈશ્વરનું છે. ઈશ્વરે તે તને થોડા વખતને માટે સ્વરછ અને નીરોગી રાખવા તથા તેની સેવામાં વાપરવા આપેલું છે. એટલે તું એના ટ્રસ્ટી છે, માલિક નથી. માલિક પોતાની મિલક્તના દુરપાગ પણ કરે પણ ટ્રસ્ટી અથવા રક્ષકે બહુ જ કાળજી રાખવાની છે. પોતાને સૈપાયેલી મિલકતના સારામાં સારા ઉપયોગ તેણે કરવાનો છે. એટલે તારા શરીરની તારે ચિંતા રાખવી જોઈએ નહીં, પણ સાથે સાથે તેની બની શકે એટલી સંભાળ રાખવી જ જોઈએ. ઈશ્વરની જ્યારે ઇચ્છા થશે ત્યારે એ પાછું લઈ લેશે.” ગોવિંદદાસની પત્ની લખે છે : “તમે તે મને દીકરી ગણી અને એમને દીકરા ન ગણ્યા એટલે એમને દુ:ખ લાગ્યું. મેં કહ્યું દીકરા અને જમાઈ સરખા.” એને લખ્યું : તુમ્હારા પત્ર પાકર બહુત આનંદ હુઆ. તુમ્હારે વિદસે હી મેં દેખ સકતા હૈ કિ તુમ્હારા સ્વાસ્થ અબ ઠીક હો રહા હૈ. ઈશ્વર તુમકો પૂર્ણ આરોગ્ય દે. યદિ વહીં શરીર અચ્છા હવે તો જબલપુર જાનેકી શીવ્રતા કરનેકા કોઈ કારણ ન માના જાય. - “ પુરુષ લેગાંકે પુત્ર બનાતેમે બડી આપત્તિ રહતી હૈ. વે લોગ બહુત ઘમંડી રહતે હૈ ઔર પિતાકી મિલકતમેં હિસ્સા માઁગતે . ગોવિંદદાસને છોડ દિયા, સે તો અલગ બાત હઈ. પુત્રી બેચારી તે હિસ્સા માંગ હી નહીં સકતી. ઔર મેરે જૈસે જે પિતા બન બઠે હૈ વહ તો પુત્રિાંસે સેવા હી લેતે હૈ. દેવેકી તો બાત કહૌસે ? મેરી પુત્રી બનતમે કયા કયા કફિનાઈ હૈ વહ તુમકો બતા દિયા.” આમ આ વિશ્વકુટુંબમાં નવો વધારો. આજે સવારે ફરતાં ફરતાં બાપુએ એક નવા બૅૉમ્બ ફેકીને અમને ડરાવ્યા. ધીમે રહીને કહે: “ બે દિવસ થયાં મને લાગે દ્ર-૨ – ૨ ૨ છે કે આ લડત મોકુફ રાખવી જોઈએ એવા ફતવો રાજાજી કાઢે, અને બધા કાર્યકર્તાઓને અસ્પૃશ્યતાનિવારણના કામમાં જ રાકવાનું કહી દે, સિવાય કે જ્યાં વ્યક્તિગત સવિનયભંગ કરવાની આવસ્યકતા દેખાતી હોય. હાલ જે ચાલી રહેલ છે તે કાંઈ લડત ચાલતી નથી. એમાં કઈને કશો લાભ થતો નથી, હાનિ થાય છે. મને તો એમ પણ ભાસે છે કે આ રીતે લડતને આખા દેશમાં વ્યાપક કિરવામાં ભૂલ થઈ હતી. એને બારડોલીની જેમ એક જ ઠેકાણે કેન્દ્રિત અને તીવ્ર કરી રાખત તો સારું હતું. પણ એ વાત બાજુએ રહી. મને