પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૨૧૧ લડત મારૂફ રાખવાનો વિચાર તે અસ્પૃશ્યતાનિવારણનું કામ સાંગોપાંગ ઉતરે તે ખાતર પણ આ વસ્તુ કરવા જેવી લાગે છે. “ હનુમાનપ્રસાદના કાગળ છે અને ગાપાળ મેનનના કાગળું છે. એમાંથી આપણે જોઈ શકીએ છીએ કે લોકો મર્યાદા ચૂકે તો અસ્પૃશ્યતાનિવારણનું આખું કામ માય" જાય. અને એ માટે રાજાજીને છપે સંદેશ તો મોકલી શકાય નહીં. માકલાતો હોય તેાયે મોકલીએ નહીં. એટલે મારે સરકારને કાગળ લખવા કે આ પ્રકારની સલાહ આપવા માટે મારે રાજગોપાલાચારી અને બીજા સાથે મળવું છે, મને એની સગવડ કરી આપે. સગવડ ન કરી આપે તો બધા પત્રવ્યવહાર પ્રગટ કરી એવી માગણી કરવી. ” આમ કહીને વલ્લભભાઈનો અભિપ્રાય માગે. વલ્લભભાઈ કહે : “ એનો અર્થ શું થશે ? ” બાપુ : “ અર્થ ગમે તે થાય તેની આપણે શી પરવા છે ? અર્થ એમ થાય કે હારી ગયા અને શરણાગતી સ્વીકારી, એમ ના ? હું તો એમ માનનારા છું કે હારી ગયા હોઈ એ તો હાર કબૂલ કરવામાં સત્યાગ્રહીને શરમ ન હોવી જોઈએ. પણ આ તો મોકૂફ રાખવાની વાત છે કે જેથી આપણે લડત પાછળથી વધારે સારી રીતે ચલાવી શકીએ. સંભવ છે કે એની એ લાકે ના જ પાડશે. જેમ કરબલાની લડાઈ માં થયું હતું ના, કે યઝીદને ઈમામ હુસેને સંદેશો મોકલ્યો કે મારે લડવું નથી, લડાય એવી દશા નથી, બાળકા પાણી વિના ટળવળે છે. એટલે પેલે કહે : “ આવીને મારા હાથ ચૂમ ને મને ખલીફા કબૂલ કર.” એટલે હુસેને કહ્યું : ' ત્યારે અમે મરવાનું કબૂલ કરશું.' હું મોકૂફ રાખવાની વાત કરું છું, એની સત્તા કબૂલ કરવાની વાત નથી. આપણા તરફથી લડત બંધ થાય છે; એને બંધ કરવી હોય તો કરે, નહીં તો ન કરે.” વલ્લભભાઈ : * મેક ન કરી શકાય એમ નથી, પણ આ તો જે માગતા હતા તે મળ્યું એમ જ પેલાને લાગે ના ? અને જે લડી રહ્યા છે તેમનું શું થાય ? બાપુ : “ એને તો લડવા દઈ એ; વ્યાપક રૂપ જ માત્ર મટે.” વલ્લભભાઈ એ કાંઈ જવાબ ન આપે, મૂંઝાયા, અકળાયા; થાડી મિનિટ સુધી એમ ને એમ ચાલ્યા કીધું. એટલે બાપુ કહે : “ આ તો મેં તમને કહી દીધું. હવે એને તમારા મનમાં પાકવા દેજો અને પછી જવાબ આપજો. આપણે ઉતાવળ નથી.” આ પછી વલ્લભભાઈ ગયા. હું અને બાપુ એકલા આંટા મારવા લાગ્યા. મને કહે : “ તને કેમ લાગે છે ? ”