પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૨૧ સંસ્કાર પ્રમાણે બુદ્ધિ સૂઝે એટલે એની પસંદગી શા કામની ? મારે તો તને રીઝવવી રહી. નિર્મળદાસ રાખીએ તો ? અથવા નિમંળલાલ ? બીજી પસંદગીમાં પણ માકલ. રામદાસને સારુ પણ કંઈક નવું એકલજે !” e « ક્રોધની સામે ક્રોધ નહીં, અવગુણની સામે અવગુણ નહીં; ક્રોધની સામે શાંતિ, અવગુણને બદલે ગુણ, ગાળના બદલે પ્રેમ, અપકારને બદલે ઉપકાર આ ધર્મ છે, આ આશ્રમવ્યવહાર છે. ખબરદાર એ ચૂક્યા છે.” ઈશ્વર નઠારું કામ કરતાં કેમ દોરે છે એવા એક બાળકના પ્રશ્નના જવાબમાં : 1 ઈશ્વર એના ભક્તોને દોરે છે. જે ઈશ્વરનું નામ સરખુંયે નથી લેતા, તેને યાદ નથી કરતા તેને દોરે છે એમ કેમ કહી શકાય ? અને આપણે બધા અમુક સંસ્કારોથી જનમીએ છીએ એ પ્રમાણે આપણને બુદ્ધિ સૂઝે . એ સંસ્કારોને ભૂસવાની શક્તિ બધાને ઈશ્વરે આપેલી છે. એને જે ઉપયોગ કરે તે ભૂંસી શકે.” આજે બપોરે પ્યારેલાલ, કાદંડરાવ અને એ. પી. આઈ. નો શાસ્ત્રી આવ્યા. “ ઈન્ડિયન સોશિયલ રિફોમર 'માં ઉપવાસ દરમ્યાન બાપુની ઉપર મૅડમ ઝગલુલ પાશા અને નહાસ પાશાના આવેલા તારો અને તેના બાપુએ આપેલા જવાબની કહેવાતી નકલે ‘ કી પ્રેસ જનલ માંથી કોપી કરેલી આવી હતી. અમને મળેલા તારા અને અહીંથી ગયેલા જવાબો અને આમાં બહુ ફરક હતો એ જોઈ ને આશ્ચર્ય થયું. * કી પ્રેસ’ના ઉપર ચીડ ચડી. એણે ઉપજાવી કાઢયા હશે એવા પ્રશ્ન થા. બાપુએ ખરી નકલ મારી પાસે ખેાળાવી કાઢી અને એના ઉપર એક તીખા ઈન્ટરવ્યુ આપવાની તૈયારીમાં હતા. ત્યાં પ્યારેલાલ પાસેથી જાણ્યું કે એ બધા તારો ઉપવાસ દરમ્યાન છપાયા હોય કે ન હોય, પણ હમણાં “ અલબલામ ' નામના અરબી છાપામાં ઈજિશિયનમાંથી આવેલા અને હવે અરબીનું અંગ્રેજી બહાર પડયુ છે ! કોઈ પણ વસ્તુની બધી બાજુઓની આપણને ખબર પડતી જ નથી. અને કેાઈ પણ વાતમાં ક્રોધ ચડે ત્યારે કેાઈક બાજુ આપણને અજાણી હશે એમ માની લેવું, એ જ યોગ્ય છે એ આથી સારી રીતે સમજાયું. એવી જ વાત બાપુ અહીં સિંગર સેઈંગ મશીન ચલાવે છે એમ * કી પ્રેસ’ છાપાએ ચલાવી હતી અને તે વિષે પલાકને બાપુએ લખ્યું હતું તે વિષે પણ બનેલી એમ આજે જ જાણવામાં આવ્યું. એને જે પ્રતિનિધિ આને માટે જવાબદાર હતો તેણે ખુલાસો કર્યો કે “ મગન રે ’ એમ