પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ભક્તિ એટલે નિઃસ્વાર્થ સેવા ૨૧૫ છે, બાળક પણ ઝટ સમજી જાય એવા છે અને તું એમાંથી જોઈ જશે કે ભગવાનનું વચન એક વાર નહીં પણ બે ચાર વાર છે કે જે તેની ભક્તિ કરશે તેને જોઈતી બુદ્ધિ તે જ આપી દેશે, તેને નિર્વાહ પણ તે જ કરશે. ભક્તિ એટલે જેમાં ઈશ્વર રહેલા છે એવા જીવમાત્રની નિઃસ્વાર્થભાવે કરેલી સેવા. અને આમાં આશાંતિને અર્થે રામનામનો જપ પણ આવી ગયા. વળી, તું જોશે કે છટ્ટી અધ્યાયમાંથી જે સંગ્રહ કર્યો છે એ સંગ્રહમાં પણ તને હું હાલને સારુ જે આપવા ઈચ્છું છું એ આવી જાય છે. અગિયારમા અધ્યાયના શ્લોકોના સંગ્રહ એ અજુને કરેલી ભવ્ય સ્તુતિમાંના ભવ્ય ભાગ છે. અને અઢારમા અધ્યાયનો છેલ્લો શ્લોક એ ગીતાભ્યાસનું અને તેના અભ્યાસપૂર્વક કરેલા વર્તનનું ફળ છે; એટલે કે જ્યાં શ્રીકૃષ્ણ છે એટલે કે શુદ્ધ જ્ઞાન છે, અને જ્યાં અજુન છે એટલે જ્ઞાનપૂર્વક કામ છે ત્યાં બધુંયે છે. આ શ્લોકાનું મનન કરવાથી તે જોઈ શકશે કે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની સખત મનાઈ છે. ગીતાના અભ્યાસીથી ચિતા કરાય જ નહીં. બધું ઈશ્વરને અર્પણ કરવાનું છે એવી આજ્ઞા છે. બધું એટલે કાંઈ પણ અપવાદ વિના. અને એમ જે સર્વાર્પણ કરે તે વળી ચિંતાની ગાંસડીના બાજ ઊચકે કે ? . ne kk તારા પેટની ગરબડ એ અતિ વિચાર ને ચિંતાને લીધે છે કે કંઈ ખેરાકના ફેરફારની જરૂરિયાત છે, એ હવે તો તે જાણી લીધું હશે. ગજા ઉપરાંત અભ્યાસમાં પણ ન પડત. મનની સાથે તે અમુક વિચાર કરી લીધા છે એ હવે એની મેળે મનમાં રંધાયાં કરશે. તે બહાર નીકળશે ત્યારે તારી શક્તિનું માપ આવી જશે. આવશે કે નહીં એવી ભાંજગડમાં અત્યારથી તે શેનો પડે ? એમ કરવાની મુદ્દલ જરૂર નથી. શ્લોકેાના અર્થ * અનાસક્તિયાગ ’માં તો છે જ અને સુરેન્દ્ર તો તારી પડખે જ છે. મેં કરેલો સંગ્રહ છે તેમાં તું તારી મેળે અથવા સુરેન્દ્ર ઈત્યાદિની ભલામણથી વધઘટ કરી શકે છે. આ શ્લોકાની ચૂંટણીની નોંધ કરી લીધી હતી. મારી પાસે જે ગીતા છે તેમાં એની નોંધ કરતાં સહેજે એને મેં રામવાસ-ગીતા નામ આપી દીધું છે. હવે જોઈ એ તને એ કયાં લગી લઈ જાય છે. - “ હવે એક હસાવવાની વાત લખું. નિમુએ બાબાના નામની માગણી કરી. સવિતાએ તો તેને કહાનજી નામ આપ્યું જ છે. એટલે તારા નામની સાથે ભળી શકે, સવિતાની ઇચ્છાની પણ પૂર્તિ થાય એમ વિચારી મેં કહાનદાસ સૂચવ્યું. પણ જેને છેડે દાસ આવે એ કાંઈ નિમને ભાવે ? એટલે એણે નાપસંદગી બતાવી અને બીજું નામ માગ્યું, અને અંતે લખ્યું કે એમ છતાં તું કહાનદાસ પસંદ કરે છે એ પણ ચલાવી લેશે. વસુમતીએ ફાઈબાનો તા છે તેમાં એકાની ચૂંટણીની કે ઇત્યાદિની