પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અનાસક્તિ કઈ રીતે સાધી ? દાવો રજૂ કર્યો અને તેણે લખ્યું કે હું તો હવે ડેાસે થયો એટલે ડેાસાને શોભતું નામ શોધું; એ કાંઈ ફાઈબા માને ? એટલે એણે વીસમી સદીને શોભે એવું નામ માગ્યું છે. વસુમતીને જવાબ આપ્યા છે કે નામ આપવાના ઈજારો ફાઈબાન હોય જ એટલે એણે આપવું હોય તે ભલે આપે. મેં એની પસંદગી સારુ એ ચાર નામ સૂચવ્યાં છે જેમ કે ફક્કડલાલ, છોગાળાશંખ, લખતરલાલ, બારડોલીકર, સાબરમતીવાળા. અને નિમુને નામ સૂચવ્યું છે નિમંળલાલ. અને એને લખ્યું છે કે જે કહાનદાસ નામ પસંદ નથી તો રામદાસ નામ ભાગ્યે જ પસંદ હોય. એટલે તારે સારુ પણ નવું નામ માગ્યું છે. એ પણ સૂચવતાં સૂચવતાં રહી ગયા. તારું નામ “નિર્મળકાન્ત' રાખે. પણ આમ કરવા જતાં વીસમી સદીને બદલે આપણે તો ઠેઠ રામાયણ યુગમાં ચાલ્યા જઈ એ છીએ. કારણ કે એ યુગમાં પનીના નામથી પતિની ઓળખાણ થતી હતી. રામચંદ્ર એ સીતાપતિ, કુષ્ણુ એ લક્ષ્મીકાંત, મહાદેવ એ પાવતીપતિ એવા અનેક દાખલા મળી આવે છે. તારે આ ગૂઢ પ્રકરણ ઉપર કોઈ પ્રકાશ પાડવા હોય તો પાડજે.

  • તે પૂછયું છે, મેં અનાસક્તિ કઈ રીતે સાધી ? મારું કામ બધું સ્વાભાવિક હોવાથી, એટલે સત્યની સાધનામાંથી ફુરી નીકળવાને લીધે, બહુ સહેલું થઈ પડયું છે. જગતમાત્રની સેવા કરવાની ભાવના પેદા થવાને લીધે અનાસક્ત સહેજે આવે. હું જે કેવળ કુટુંબીની જ પૂજા કરવા બેસી ગયો હોત તો તો સહેજે એમાં રાગ પેદા થાત, આસક્તિ પણ રહેત, વ્યાધિ, મૃત્યુ ઇત્યાદિના ઉદેગ પણ રહેત; પણ જ્યાં અસંખ્યની સેવા આદરાય ત્યાં ઉઠેગ ભાગી જ જાય. કાના મૃત્યુના કે કોની વ્યાધિને ઉદ્વેગ કરાય ? એ લગભગ અસંભવિત થઈ જાય. પણ અનાસક્ત એટલે જડતા પણ નથી, નિર્દયતા પણ નથી, કેમ કે સેવા તે કરવી જ રહી; એટલે દયાની ભાવના મંદ થવાને બદલે તીવ્ર થાય, કાર્યદક્ષતા પણ વધે, એકાગ્રતા પણ વધે. અને આ બધાં અનાસક્તિનાં ચિહ્નો છે. વળી ખૂબી એ છે કે આમ કરવાથી કુટુંબસેવાનો નાશ નથી થતો, કેમ કે બધાની સેવામાં એ સેવા પણ આવી જાય. મારા દઢ વિશ્વાસ છે કે બાની, તમ ભાઈ એની કે કાઈ પણ કુટુંબીજનની સેવા મારાથી એાછી થઈ છે એમ હું માનતા નથી. એમાંથી આસક્તિ ઊડી ગઈ અને સમભાવ દાખલ થયો એથી એ શુદ્ધ થઈ. મારા વિશ્વાસ છે કે તમે કોઈ એ એથી કાંઈ ખાયું નથી અને હું તો બહુ પામ્યો છું. એમ મારે સારુ તો અનાસક્તિ સુલભ થઈ પડી. * અનાસક્તિ' નામ તો ગીતાને અનુવાદ પૂરા કરીને તેને સારુ એક ખાસ નામ કાકાએ માગ્યું ત્યારે કુરી આવ્યું. બધાની સેવા કરવી હોય તો