પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

કાર કેઈને ગમ્યા નથી ર૧૭ અનાસક્તિપૂર્વક જ થાય, એ જ્ઞાન પામ્યા પછી મેં અનાસક્તિ આદરી એવું તે કાંઈ હતું જ નહીં. મને તો રફતે રફતે ખબર પડી, આસપાસ રહેનારાઓને મારા કરતાં વહેલી ખબર પડી. હું હિંદુસ્તાન આવ્યો ત્યારે સામાન્ય લોકો મને ‘કર્મયોગી ' તરીકે ઓળખતા થઈ ગયા. ગીતાને અભ્યાસ તે હું દક્ષિણ આફ્રિકામાં પણ કરતો હતો, પણ “ કમાણી’ એટલે શું એ બધું મેં વિચારી મૂકયું નહોતું. પણ મારા જીવનમાં એ બધું છે એમ બીજાઓએ જોયું અને પછી તેના વર્તારા ખરો છે એમ મને પણ લાગવા માંડયું. આવા સુયાગ બધાયને ન હોઈ શકે. મને મળ્યો તેનું કારણે હું એમ માનું છું કે હું જનમથી સત્યના પૂજારી રહ્યો છું. પણ તારે અત્યારે તો આ વમળમાં પડવાની જરૂર નથી. તારે અત્યારે અનાસક્તિપૂર્વક અનાસક્તિ સાધવાની છે. એટલે કે નાચતાં અને ગાતાં આનંદપૂર્વક જે સેવા હાથ આવે તે કરી નાખવાની. એમ કરતાં કરતાં જે અભ્યાસ હાથ આવે તે કરવાને. નથી નિમુના વિચાર કરવાના, નથી છોકરાંઓ ને. તારો અને તેના વિચાર કરનાર તે પરમેશ્વર છે, એમ હવે તો તું નવી દૃષ્ટિએ રામાસૌતામાંથી જોશે. અને એ માત્ર બુદ્ધિથી માનવાનું નથી પણ શ્રદ્ધાપૂર્વક અમલમાં મૂકવાનું છે. એમ કરતાં તું સુખી થશે અને તને બધું આવડશે. નવમા અધ્યાયમાં ભગવાનનું વચન છે. તે ગાખી રાખજે - ભારે દુરાચારી પણ અનન્ય ભાવથી તેની ભક્તિ કરે તો તે સાધુ છે. ભગવાનનાં વચન પૃથ્વી રસાતાળ જાય તાયે મિથ્યા ન જ થાય. હવે વધુ શું લખું ?” રાધાકાન માલવિયાના લાંબા કાગળ : ** ઉપવાસ એ ખરાબમાં ખરાબ બળાત્કાર છે. તમારો કરાર - કાઈને ગમ્યા નથી, ચિંતામણિ અને કુંઝરુને સુધ્ધાં. ૮--'રૂ ૨ અને લોકો પણ અમસ્તા હાજી હા કરે છે” એવી ફરિયાદવાળા. બાપુએ એને લખ્યું : "What has affected me in your letter is the information you gave me about Messrs. Chintamani and Kunzru. You have therefore to help me to get their confirmation and their agreement or to leave me free to get it."

  • શ્રી ચિંતામણિ અને શ્રી કુંઝરુ વિષે તમે જે માહિતી તમારા કાગળમાં આપે છે તે મારે માટે મહત્ત્વની ગણાય. એટલે તમારે