પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

વ્ઝનો તાર આજે સવારે પણ પેલો પત્રવહેવાર ન આવ્યું. પણ ‘ ટાઈમ્સ'માં એક નાનકડો લેખ આવ્યા, જેમાં ખાસી સાફ સૂચના ૨ રૂ–૧–રૂર હતી કે, ચુકાદાની ટીકા કરવાને બદલે સર્વસંમત નિરાકરણ કેમ હજુ કરવામાં આવતું નથી? દલિત વર્ગોને હિંદુઓથી છૂટા પાડવામાં હિંદુ ધર્મના ભાગલા પડે છે એ વાત સાચી, પણ એને માટે ગાંધી જવાબદાર છે. કારણ એ લોકોને માટે અનામત બેઠકો આપવાની પણ એણે ના કહી, ત્યારે આંબેડકરને આ અલગ મતદારમંડળની માગણી કરવાની ફરજ પડી. હજી પણ આંબેડકર અને બીજા સમજી જાય અને અનામત બેઠક કબૂલ કરે તે અલગ મતદારમંડળા રદ થાય, ઇત્યાદિ. અમને આ પલાઓ તરફથી સૂચવાયેલું લાગ્યું અને એમ થયું કે હવે પત્રવહેવાર નહીં છપાય. પણ આવી કાંઈક યોજના કરીને એ કાઢી નાખશે, અને આ પત્રવહેવાર દબાવી દેશે. પણ સાંજે ચાર વાગ્યે મેજરે આવીને ઍન્યૂઝના તાર આપ્યા ત્યારે અમારી ભ્રમણા ભાંગી. ઍન્યૂઝના તાર હતો, “હું આવું ત્યાં સુધી ઉપવાસ મુલતવી રાખો. તરત નીકળું છું.' - મેજર કહી ગયા કે તમારે જે જવાબ આપવા હોય તે મને ગમે ત્યારે મોકલજો. મારે ગવર્નમેન્ટને બતાવવો પડશે, પણ હું જ્યાં હઈશ ત્યાં મને મોકલવાની સૂચના આપી જાઉં છું. બાપુ કહે: “કદાચ કાલે જવાબ આપીશું.” પણ મેજર ત વ્યવસ્થા કરી ગયા. મેજર ગયા એટલે તુરત જ બાપુ કહે : “ મહાદેવ, લા કાગળ અને ઍન્ડ્રુઝને જવાબ મોકલી દા.” જવાબ આ મતલબના લખાવ્યો : "Recd. Regard fasting God's call. Only certain prospect af withdrawal separate electorate for depressed can warrant postponement. In my opinion your presence more useful there. Vallabhbhai Mahadev agree."

  • તમારો તાર મળે. ઉપવાસના વિચાર ઈશ્વરના આદેશને અનુસરીને છે. અંત્યજોનાં અલગ મતદારમંડળ રદ થવાનું નકકી હોય તો જ ઉપવાસ મુલતવી રહે. મારા અભિપ્રાય પ્રમાણે તમારું ત્યાં રહેવું વધારે ઉપયોગી હાય. વલ્લભભાઈ અને મહાદેવ સંમત છે.”

સાંજે ફરતાં કહેઃ “ ઍન્ડઝની આધ્યાત્મિકતા આવે પ્રસંગે કચાં જાય છે એ ખબર નથી પડતી. એનાથી આવી માગણી જ કેમ થઈ શકી? એ ના કહે એટલે હું ઉપવાસ છાડુ' એટલે પછી મારા વચનની શી