પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

२१८ શાસ્ત્ર કેને કહેવું ? એમની એ વાતની બહાલી તથા સંમતિ મને મેળવી આપવાં જોઈએ અથવા તો એ મેળવી લેવાની મને છૂટ આપવી જોઈએ.” વળી એ કાગળની લંબાણથી ચોથા નિવેદનમાં જવાબ આપ્યો. એક પંડિતને :

  • બડી કઠિનાઈ સત્યપથ પર ચલનેવાલકે લિયે યહ હૈ કિ શાસ્ત્ર કિસકા કહે ? જબ સંસકૃતમેં લિખે હુએ સ્મૃતિ ઈત્યાદિ નામસે પ્રચલિત અનેક ગ્રંથ મિલતે હૈ ઔર ઉસકે વિરોધી વચન ભી મિલતે હૈ તબ સાદા ઔર શ્રદ્ધાલુ મનુષ્ય કથા કરેગા ? ઇસી કારણ હિંદૂ ધમકા સર્વસામાન્ય સિદ્ધાંત મને ગ્રહણ કર લિયા હૈ; સત્ય આર અહિ'સાસે આચાર વિરુદ્ધ હૈ વહ નિષિદ્ધ હૈ ઓર જે ગ્રંથ ઉસકા વિરોધી હૈ ઉસે શાસ્ત્ર ન માના જાય.”

કીકી લાલવાનીએ લખ્યું : .

  • તમારી કુપા તે માટી છે. પણ તમારી જેના ઉપર કૃપા હેાય તે બિછાનામાં સૂઈ નથી શકતાં !”

બાપુએ લખ્યું :

  • યહ તો સુચી બાત હૈ કિ મેરે સાથિયાંકા આરામ જૈસી. કોઈ ચીજ હૈ હી નહીં. કયા કરે ? ભગવાનને હી ગીતામે બતાયા હૈ કિ વહ તો ક્ષણુકા ભી આરામ નહીં લેતા હૈ. ઉસે તો ન સોના ચાહિયે, ન ખાના ચાહિયે, ને પાની ચાહિયે. તબ હમારે નસીબમેં આરામ કૈસે હો સકતા હૈ ? ”

ગઈ સાંજે ફરતાં પાછી મોકૂફી'ની વાતચીત થઈ. વલ્લભભાઈ ચિડાઈ ને બેલતા હતા. બાપુ કહે : “ સરકાર પર શી અસર થાય ને લોકે ઉપર શી થાય એના આપણે વિચાર ન કરવો જોઈએ. આપણાથી તો કર્તવ્યનો જ વિચારે થાય. મારો વાંધો તો એ જ હતો કે “ આપણુથી એવી. સલાહ ન અપાય, અને એ સલાહ બારડોલી સત્યાગ્રહ સ્થગિત થયો તે વિષે કેદીઓએ ૧૯૨૨માં જેલમાંથી આપેલી સલાહના જ દોષને પાત્ર છે.” બાપુ કહું : “ વાત સાચી, પણ ૧ જેલમાં બેસીને મેં એક પરિસ્થિતિ કરી છે એટલે મને એ પરિસ્થિતિને અંગે સલાહ આપવાનો અધિકાર પ્રાપ્ત થાય છે.” મેં એમ પણ કહ્યું કે “જે એ સલાહને હેતુ લડતને મજબૂત કરવાનું જ હોય તો એવી સલાહ આપવાની રજા સરકાર પાસે કેમ મ'ગાય ? ” બાપુ કહે કે, “ એ સરકારની મુનસફી ઉપર છે. એ તો એણે સવિનયભંગ અને બીજા ખાતાંના ભેદ પાડેલા છે. એવા ભેદ એ પાડવા કરે તો રજા આપે. ન આપવી હોય તો ન આપે. બાકી રાજાજીને સ્વતંત્ર રીતે એમ ન કહેવાય કે બધા કાર્યકર્તાઓને આ કામમાં રોકી દો. એ