પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

નિરાળા મંદિર અસ્પૃશ્યો” માટે કે સનાતનીઓ માટે ૨૨૫ હિંદુ જેની પ્રતિજ્ઞા મારી પાસે છે તે મારી સાથે ન હોય તો મારે જીવવાની જરૂર જ નથી. સનાતનીએ તો એ મંદિરમાં ન જાય. મુંબઈના સનાતનીઓએ તો એવી વાત કરી છે જ. પણ હિંદુ જાતિ તો ત્યાં જશે જ અને અસ્પૃસ્યાને લઈ જશે. મતગણતરી દ્વારા હિંદુ જાતિના અભિપ્રાય લેવાની, એનું હૃદયમંથન કરવાની વાત છે. સ - સનાતની કહે છે કે અસ્પૃશ્ય માટે નિરાળાં મંદિર બાંધો. બાપુ - ના. એ લેકે પોતાને માટે નિરાળાં બાંધે. હા, આખી હિંદુ જાતિ કહે કે એ મંદિરો ન ખૂલે તો જુદી વાત. તો તે અસ્પૃસ્યા મારા મર્યા પછી વિચાર કરે. સવ – અસ્પૃશ્યતાનિવારણમાં મુખ્ય વાત કઈ ? જ0 – મંદિર પ્રવેશ તથા જાહેર સંસ્થાઓ જ્યાં બીજા હિંદુને જવાને હક છે તે બધાનો ઉપચાર ‘અસ્પૃશ્યોને’ મળે. પ્રત્યેક જગ્યાએ હિંદુઓની જુદી જુદી મુશ્કેલીઓ છે. તમારા ગુરુવાયુર જવાનો ધર્મ નથી, પણ તમારે ત્યાં જેમાં અસ્પૃશ્યતા રહેલી છે તેનું નિવારણ કરે. તમારી આસપાસના અસ્પૃસ્યાને અપનાવવા એ તમારું કામ છે. મંદિર પ્રવેશ માટે સત્યાગ્રહની મે મનાઈ કરી જ નથી. વાઈકામ માટે હું પોતે જ ગયે હતા ના ? સ૦ – સહભાજન માટે બહિષ્કાર થાય એ બરાબર છે ? બાપુ - ના. એ બહિષ્કાર કરવા અાપ્ય છે. હા, પણ જેનો બહિષ્કાર થાય એણે એથી ડરવું પણ ન જોઈ એ. મેં' જ્યાં સુધી હિંદુ ધર્મનો અભ્યાસ કર્યો છે ત્યાં સુધી મને લાગે છે કે અસ્પૃશ્યતા એ મહા કલક છે. સ૦ - મરેલાં ઢોરને ખેંચવાનું અને ચીરવાનું હરિજનો છેડી દેશે તો? બાપુ – હું તો મુડદાલ માંસ ખાવાનું છે.ડાવવા માગું, પણ કામ નથી છોડાવવા માગતો. આશ્રમમાં એ કામ શીખવું છું. છતાં એ છોડે તો આપણે કરશું. e સહ — ધારા કે ગામમાં એક બળદ મૂઓ, હેડ ન ખેંચે તો કાણ ખેંચે ? બાપુ – આપણે ખેંચીએ. . . . આજે આપણે સૌ ; કારણ સૌ ગુલામ છીએ.

  • ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’ના સેંકુ જેની સાથે :

બાપુ - ઝામારિન એમ કહેતા નથી કે મંદિર ખોલવું અશકય છે. એ પોતાની મુશ્કેલીએ રજૂ કરે છે. જો એ નિષ્ફળ જાય તો મારે અને કૈલપને ઉપવાસ કરવા રહ્યા. સિવાય કે જે દાવો કરવામાં આવે છે તેમાં મ-૧૫