પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

२२१ સ્વભાવે જ પ્રજાશાસનવાદી હું કાંઈ સ્પષ્ટ ત્રટી જોઉં'. ખરી રીતે કાંઈ ત્રટી છે જ નહીં. ઝામરિનના માગમાં મુશ્કેલીઓ છે પણ એ ન એવળગી શકાય એવી નથી. ખરી કસોટી તો એ છે કે મંદિરમાં જવાનો હક ધરાવનારા સવર્ણો અસ્પૃસ્થાના મંદિરમાં જવા સામે વાંધો ઉઠાવે છે કે કેમ ? મને જે હકીકતો મળી છે તે સધળી એમ જણાવે છે કે મંદિરમાં જનારાના બહુ મોટા ભાગને કશો વાંધો નથી. આખી ચળવળ એ માન્યતા ઉપર રચાયેલી છે કે મંદિરમાં જનારા લોકો, એટલે કે સવર્ણ હિંદુઓ આ સુધારાને માટે તૈયાર છે. જો એ લે કે સુધારાને માટે તૈયાર ન હોય તે અમારો ઉપવાસ કવખતનો ગણાય. સવાલ – આ મંદિરની બાબતમાં મુશ્કેલી દૂર કરવામાં આવે તો તો ઉપવાસ નથી ને ? બાપુ – ઉપવાસ વિશેષ ભાવે આ મંદિર ખોલવાની બાબતમાં છે. કારણ એ છે કે નમૂના અને દાખલા તરીકે આ એક મંદિર ઉપર કેલપ્પને પોતાના પ્રયાસ કેન્દ્રિત કર્યા હતા. એ લોકોએ મંદિર ઉધડીવવા માટે અથાગ પરિશ્રમ કરેલા છે. પછી જયારે મે ઉપવાસ કર્યા ત્યારે કેલપ્પન એવા નિર્ણય ઉપર આવ્યા કે પોતે પણ ઉપવાસ કરવો જોઈએ. પણ એણે નોટિસ આપી નડતી. એ તુટી મેં એને બતાવી અને એને ઉપવાસ મુલતવી રાખવાનું કહ્યું. એણે એ માન્યું. એટલે હવે એની સાથે જોડાવું એ મારે માટે આબરુનો સવાલ થઈ પડે છે. ગુરુવાયુર મંદિર ઉપર કેન્દ્રિત થવાનું આ કારણ છે. | સ0 – ઝામારિન કહે છે કે હજારો સનાતનીઓ મરવાને માટે તૈયાર છે. - બાપુ - તેનું આ કથન વાજબી નથી. પણ પિતાને સનાતની કહેવડાવનારા હજાર લોક ઉપવાસ આરંભે તો હું ગભરાઉં નહીં. લાખ લોકાનાં જીવન કરતાં પણ સત્ય એ વધારે ચડિયાતું છે. ઉપવાસનો મારો ખ્યાલ એ છે કે એ આત્મશુદ્ધિની અને અંતરાત્માને જાગ્રત કરવાની એક ક્રિયા છે. તેની પાછળ બળાકાર કદી ન હોઈ શકે. સવ - આ ચળવળથી હિંદુ સમાજના ભાગલા પડી જશે નહીં ? સનાતનીઓ બાકીના હિંદુ સમાજથી 8 નહીં પડી જાય ? | બાપુ - મને આ કશા ભય નથી. જે મને સંતોષ થાય કે સનાતની ચળવળને નામે ઓળખાતી ચળવળને બહુજનસમાજને સાચા ટેકા છે, તો સ્વભાવે જ પ્રજાશાસનવાદી હાઈ ને આજે જે રીતે હું વિરોધ કરું છું તે રીતે હું વિરોધ ન કરું. આખી અસ્પૃશ્યતાનિવારણની ચળવળ એ