પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અસ્પૃશ્યતાનિવારણ અને સવિનયભંગ २२७ માન્યતા ઉપર મંડાયેલી છે કે તેની સામેના વિરોધને ખરું પીઠબળ નથી. એને નૈતિક કે નથી એ તો સુપ્રસિદ્ધ છે. સ૦ – તમે જે બહાર હો તો વધારે અસર પાડી શકે એમ તમને લાગતું નથી ? તમે અસ્પૃશ્યતાનિવારણને સવિનયભંગ કરતાં ઓછા મહત્ત્વનું ગણે ? બાપુ – હું બેમાંથી એકેને એાછું અથવા વધારે મહત્ત્વ આપતા નથી. મારે માટે બને ધર્મસિદ્ધાંતો છે. એટલે હું એકથી બીજને ગૌણ ગણી શકું નહીં. અહીં મેં સવિનયભંગની વાત એક સિદ્ધાંત તરીકે કરી છે; અત્યારની ચળવળ તરીકે નહીં. અત્યારે ચાલી રહેલા સવિનયભંગ ઉપર હું કશા અભિપ્રાય આપી શકું નહીં. - સ૦ -- જેટલી જોરથી ચાલવી જોઈએ તેટલી જોરથી ચળવળ ચાલતી જણાતી નથી. | બાપુ - હુ' એમ કહી શકું નહીં. હું કાંઈ કહેવાની રિથતિમાં નથી. વર્તમાનપત્રો દ્વારા મળેલી હકીકતો ઉપર હુ" ચાલી શકું નહીં. તમારે બહારના કાર્યકર્તાઓનો સંપર્ક સાધવા જઈ એ. સ0 - અસ્પૃશ્યતાનિવારણ સંધમાંથી દિલ્હીના રાજીનામાં વિષે શું કહો છો? બાપુ – મને તેથી આશ્ચર્ય થયું છે. પણ એની પાછળ ખાસ કાંઈ નહીં હોય એવી હું આશા રાખું છું. સંધના પાયે ઠીક ઠીક મજબૂત છે. એને આદર્શ પ્રમુખ મળ્યા છે. અને એથીયે વધારે આદર્શ મંત્રી મળ્યા છે. e * પંઢરપુર મંદિરના ટ્રસ્ટીઓ માટે મને દિલગીરી થાય છે. હું એવી આશા રાખું કે તુકારામનું પ્રિય મંદિર આ ચળવળમાં આગેવાની લે. આ મહાન સુધારામાં આખા હિંદુસ્તાનનાં વર્તમાનપત્રાની મદદ હું મેળવી શક, બ્રિટિશ વર્તમાનપત્ર સુધ્ધાંની, તો તે મારે જોઈએ છે. આ ચળવળની આસપાસ આખી દુનિયાના લોકમત એકત્રિત થાય એમ પણ હું ઈચ્છું છું. જે આ ચળવળને દેખાડી શકાય એવી ફતેહ મળશે તો તેનાં પરિણામો હિંદુ સમાજ ઉપરાંત બીજા સમાજો ઉપર અને હિંદુસ્તાન દેશની બહાર પણ પડવ્યા વગર રહેવાનાં નથી. હિંસાથી સંપૂર્ણ મુક્ત એવાં સાધન વડે, અને કેવળ લોકોના અંતરાત્માને જાગ્રત કરીને, ચાર કરોડ માણસેના તેમને છુંદી નાખનારા બજામાંથી જે છુટકારો થાય તે નાસ્તિક લોકોની પણ હાજરાહજૂર