પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અનશનનો અધિકાર કિંમત રહે ? ભવિષ્યમાં હું કાંઈ પણ કહું એટલે લોકો કહે : “હા એ તો પેલા ઉપવાસની જેમ થશે.' એ હજી મારા સ્વભાવ નહીં જાણતા હોય ?” રાત્રે ચાર કાગળ લખાવ્યા : નારણદાસભાઈ, રામદાસ, દેવદાસ અને બા. નારણદાસભાઈને : મારા અનશનની ખબર છાપાંમાં જોઈ હશે. કોઈ ગભરાયા નહીં હો એમ માની લઉં છું. આશ્રમવાસીમાત્રને જો સમજે તો આ ઉત્સવના અવસર હોવા જોઈએ. અનશન એ આશ્રમની કલ્પનામાં છેલ્લામાં છેલ્લી અને ઉત્તમ વસ્તુ છે. એનો અધિકાર કાઈકને જ પ્રાપ્ત થાય છે. શુદ્ધ અનશન રોજ લેવાતાં નથી. કોઈ વખતે કાઈકને જ એનો અધિકાર હોય છે. મારે વિષે એ અધિકાર આ વખતે મે માની લીધા છે. જો તેમાં મારી ભૂલ થતી હશે તો એ મિથ્યાભિમાનમાં ખપશે અને એ આસુરી તપ ગણાશે. અંતર્નાદ ચાખી રીતે સાંભળી શકાય એવું અંતઃકરણ શુદ્ધ કરવ ન સારુ લગભગ અર્ધા સિકાના અવિચ્છિન્ન પ્રયત્ન છે. એ પ્રયત્નને સારુ અંતર્નાદને વશ થઈને આ પગલું મેં ભયું* છે. ૨૦મી તો હજી દૂર છે. અત્યારે તો સંક૯૫ માત્ર છે. આ વસ્તુ શી શી છે એ સમજાવવા પૂરતો જ આ કાગળ છે, અને ત્યાં કેાઈ ગભરાટમાં ન પડે પણ આ સાંભળીને વધારે કર્તવ્યપરાયણ, વધારે શુદ્ધ અને વધારે જાગ્રત થાઓ એ સૂચના પૂરતા જ છે. આ ઉપવાસનું અનુકરણ ત્યાં કેાઈ એ કરવાપણું હાય નહીં, એ તમે પોતે તો સમજ્યા જ હશે, બીજાને સમજાવજે. મારી અનશનની ઈચ્છાની વાત મેં સંઘરી રાખી અને અમારા ત્રણ ઉપરાંત બીજે કાઈ પણ કાને ન જવા દીધી એથી તો કાઈ ને આશ્ચર્ય નહીં જ થાય. જેલના તો એવો કાયદો જ છે કે આવા કાગળાની વાત પ્રગટ ન જ કરવી જોઈએ. અને જો હું અયોગ્ય રીતે પ્રગટ કરવાની ઈચ્છા સરખીયે કરું તે મારા સત્યાગ્રહ લાજે અને આ વ્રતની શુદ્ધતામાં મોટા ડાધ બેસે. વતની કિંમત તેની સર્વા શે શુદ્ધતામાં જ રહેલી છે.” મેહનલાલ ભટ્ટને : “ એ મારો પરમધર્મ છે એમ હું માનું છું. તેથી રામદાસ કે તમે કોઈ પણ મુદ્દલ ખિન્ન ન થાઓ પણ સૌ રાજી થાઓ અને ઈશ્વરને અનુગ્રહ માને કે તમારા એક સાથીને અંતિમ ધમ પાલન કરવાનું સૂઝયું છે અને તેનો અવસર તેને મળ્યા છે. તેનું અનુકરણ કાઈ એ ન કરવું જોઈએ, એ તો બધા સમજી શકતા હશો. અનશનના અધિકાર બધાને હોતા નથી. અને જે અધિકાર વિના કરે છે તેનું તપ અશાસ્ત્રવિહિત છે અને આસુરી છે. એટલે એને ભાગે નકરા કષ્ટ વિના બીજું કંઈ જ નથી