પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

२२८ તમારી જાત ઉપર અપાર હિંસા ઈશ્વર વિષે અને તેથી મનુષ્યવભાવના સહજ ભલાપણા વિષે પણ શ્રદ્ધા બેઠક વિના રહે નહીં. | સર - તમે આને હિંસાથી મુક્ત સાધનો કહો છે ? તમે તમારી જાત ઉપર પાર વિનાની હિંસા કરી રહ્યા છે. બાપુ – તે તે પછી એ શબ્દને શબ્દકોશમાં આપેલા શબ્દથી જુદા અર્થ માં આપણે વાપરીએ છીએ. તમે એમ પૂછી શકતા હતા કે આ ઉપવાસથી લોકો ઉપર બળાત્કાર નથી થતો? હું કહું છું કે ઉપવાસ એ કાઈ પણ અર્થમાં બળાત્કાર નથી. તમારી ઈચછાને આધીન થવા માટે માણસના શરીર ઉપર તમે બળ વાપરો તેમાં હિંસા છે. આમાં તમારા ઉપર જેઓ પ્રેમ રાખે છે તેમના આત્માને કલેશ આપવાપણું છે ખરું. આમાં એટલા બધા ધર્મસિદ્ધાંતો એકબીજા સાથે વણાઈ ગયેલા છે કે તેને અલગ અલગ તમે વિચાર કરી શકે નહીં. વાસંતીદેવીને અત્યારે ચાલી રહેલા હિંદુ ધર્મની વિશુદ્ધિના કામમાં પૂરેપૂરો ભાગ લેવાનું આમંત્રણ આપતા કાગળ લખ્યા : ૨ - ૨'રૂ ૨ "If you are at all following the papers you must have noticed that all the dark reactionary forces are being brought together to impede the progress of purification. It is therefore time for all that is clean and uplifting in Hinduism to combine together and make a united effort to overthrow the many headed monster of untouchability. Will you respond ? If you will not summon up courage enough to write a letter, I dare not accuse you of laziness. I hope you will have the courage to send me a wire. It was only last week that I invited Urmila Devi to go down to the South in answer to a summon from Kerala. She at once wired consent. Will you do likewise ? I do not say, go down south, but I do want you to promise to take a due share in the uplift work. The field of work shall be chosen by you unless you will leave that also to me." e “ તમે જો છાપાં વાંચતાં હશે તો તમે જોયું હશે કે વિશુદ્ધિની પ્રગતિને રોકવા માટે બધાં જુનવાણી કાળાં બળાને ઉપગ થઈ રહ્યો છે. તેથી હિંદુ સમાજનાં જે જે વિશુદ્ધ અને ઊર્ધ્વગામી બળા છે તે બધાએ સંગઠિત થઈને, ઘણાં માથાંવાળી અસ્પૃશ્યતા રાક્ષસીને નાશ કરવા માટે એકત્રિત થવાની જરૂર છે. તમે આમાં ભાગ લેશે ? જે તમે કાગળ