પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

२२६ સત્યાગ્રહ કરતાં પહેલાં લોકમત કેળવે લખવાને માટે પૂરતી તસ્દી ન લઈ શકતાં હો તો હું તમારા ઉપર આળસનો આરોપ નહીં મૂકું. પણ મને તાર કરવાની તસ્દી તો લેશો જ એવી હું આશા રાખું છું. ગયે જ અવાડિયે કેરળથી માગણી આવી હતી તેના જવાબમાં દક્ષિણમાં જવાનું મેં ઊમિલાદેવીને કહ્યું. તેમણે તારથી હા પાડી. તમે પણ એમ કરશે ? હું તમને દક્ષિણમાં જવાનું કહેતા નથી, પણ હરિજનસેવાના કામમાં વાજબી હિસ્સો લેવાનું વચન આપો એમ તો ઇચ્છું જ છું. સેવાનું ક્ષેત્ર ભલે તમે પસંદ કરો. એ પણ તમે મારા પર છોડી દેવા ઈચ્છતાં હો તો જુદી વાત છે.” ઉડીપીની અસ્પૃશ્યતાનિવારણ સમિતિના મંત્રીને : "I am quite clear in my mind that there is no occasion for you to start Satyagraha just now. You have to cultivate public opinion in your favour by gentlest means. You should see whether the temple going population is in favour of Harijans being admitted to the temple on the same terms as the others, and you should also remember that temple entry is not the only thing to be done. You have to ascertain the condition of untouchables in your neighbourhood in every walk of life, make a scientific study and pass the results of your study on to me, alleviating at the same time such distress among the Harijans as you are capable of doing." મારો સ્પષ્ટ અભિપ્રાય છે કે તમારે અત્યારે સત્યાગ્રહ કરવાનો પ્રસંગ નથી. બહુ સૌમ્ય ઉપાય દ્વારા તમારી તરફેણમાં તમારે લોકમત કેળવવા જોઈ એ. તમારે એ પણ જોવું જોઈએ કે મંદિરમાં જનારા લોકો બીજાએ જે શરતે મંદિરમાં જાય છે એ જ શરતે હરિજનને મંદિરમાં દાખલ કરવાની તરફેણમાં છે કે નહીં ? તમારે એ પણ યાદ રાખવું જોઈએ કે એકલું મંદિરપ્રવેશનું કામ જ કરવાનું નથી. તમારી આસપાસના હરિજનાની જીવનના દરેક ક્ષેત્રમાં સ્થિતિ કેવી છે તે તમારે જાણવું જોઈએ. તમારે શાસ્ત્રીય અભ્યાસ કર જોઈ એ. અને એનાં પરિણામે તમારે મને જણાવવાં જોઈ એ. દરમ્યાન હરિજનાનાં જે દુ:ખ દૂર કરી શકાય એવાં છે તે દૂર કરવાનો પ્રયત્ન તો તમારે કરવું જ જોઈ એ.” લલ્લુભાઈ શામળદાસની મુલાકાત. બહુ વૃદ્ધ થયેલા લાગ્યા. છતાં આટલી ઉંમરે અસ્પૃશ્યતાની બાબતમાં કાંઈક કરવાની વૃત્તિ અને ઉત્સાહ સારાં લાગ્યાં. એમણે કહ્યું કે “ અત્યાર સુધી મનમાં તો ખબર હતી કે