પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

નરસિંહરાવની શાંતિ અને ધીરજ આ ખાટું છે પણ જાહેર કરવાની હિંમત નહોતી. તે હિંમત આ વેળા આવી. વાલપાખાડીના જમણમાં હું ગયા હતા.” ઉપવાસ વિષે પણ કહ્યું કે “ કલપનને આપે રાકથા એટલે હવે તમારી નૈતિક જવાબદારી થાય છે એમ મને પણ લાગે છે. આજે સર્વાસ ઑફ ઈન્ડિયા પણ લખે છે કે જે ઉપવાસ એ યોગ્ય વસ્તુ છે એમ સ્વીકારીએ તે આ ઉપવાસ પહેલાંના કરતાં વધારે વાજબી છે.” પોતે ત્રાવણકાર કાલીકટ જવાની સૂચનાઓ "લીધી. નરસિંહરાવની શાંતિ અને ધીરજની વાત કરતાં કહું : “ હું એમને ઘેર જઈ ને ગળગળા થઈ ગયે. પણ એ તે તદ્દન શાંત હતા. દશાહ શ્રાદ્ધને દિવસે પણ એમણે શાંતિથી પ્રાર્થનામાં ભાગ લીધો, એ અસાધારણ વરતુ છે.” પોતાની સ્થિતિ વર્ણવી : “ હાટકેશ્વર મંદિરના ડું” ટ્રસ્ટી છું. બીજા ટ્રસ્ટી મંદિર ખેલવા આવ્યા હતા. મેં પૂછયું : “કેમ તારી પાસે કોઈ આવ્યું છે ?' પેલો કહે : “ ના, પણ મને ઊર્મિ થઈ આવી છે.'), મેં કહ્યું : “ હમણાં ખામોશ રહો, કેાઈ માગણી લઈ ને આવે ત્યારે ! આવજે.' આ પછી રાજભાજ, પ્રા. આતુરકર, દાતાર, ભાગ્યવત વગેરે આવ્યા. બાપુ -. આજે કાઈ એ સત્યાગ્રહ નથી કરવાના. હું પ્રયત્ન કરું છું તેની રાહ જોવી જોઈ એ. સનાતનીઓએ ગુરુવાયુરને અખિલ ભારતનો સવાલ બનાવ્યા છે. આપણે પણ ખામોશી રાખીને એનું પરિણામ જોવું જોઈએ. સવ - ગુરુવાયુર ખૂલે તે શું બીજા મંદિર ખૂલશે ? . બાપુ – ગૅરન્ટી નથી, પણ અનુમાન એ છે કે ખૂલશે. કારણ સનાતનીઓ આટલો પ્રયત્ન કરી રહ્યા છે તે શેના કરે ? સ0 - પણ બીજા મંદિરો શી રીત ખૂલે ? બધે ટ્રસ્ટીએ તે જુદા જ હોય છે. આપની સેના સરખી દેહ એટલા એ મદિર માટે શા સારુ પડે ? સત્યાગ્રહ કરવાની ફરજ અમારી છે. બાપુ – મંદિર ખેલવાનો પ્રયત્ન તો અમારે કરવા જોઈએ. એ અમારું કર્તવ્ય છે. સવર્ણો પોતાના કર્તવ્યમાં નિષ્ફળ થાય તો જોવાશે. બીજી વાત એ છે કે ગુરુવાયુર માટે આ પ્રકારનો પ્રયત્ન થાય છે, પણ બીજા મંદિરને માટે ઠંડે પ્રયત્ન કરશું. બીજા મંદિર માટે અનશનની કે સત્યાગ્રહની નોટિસ નથી આપવી. વ્યવહાર બુદ્ધિ એ કહે છે કે આજે સત્યાગ્રહના માટે નથી. હમણાં જ લલ્લુભાઈને એવું મંદિર ખોલવાનું કહ્યું.