પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અસ્પૃશ્યતાના કામ માટે બહાર કેમ નથી આવતા ? ૨૩૧ સવ - અછૂતોએ ઘણું કર્યું છે, જમનાલાલજી જેવાએ અમારી પાસે સમાધાન કરાવ્યાં. અમે સામાપચાર કર્યો, માણસને મળ્યા, જયકર, જમનાલાલ વગેરેને મળ્યા, ગુરુવાયુરથી વધારે પ્રયત્ન કર્યા. હવે તમારા પ્રાણની અમને જરૂર છે એટલે અમારી સંમતિ તમને ઉપવાસ માટે ન મળે. બાપુ – બધી વસ્તુની તૈયારી રાખીએ, પણ નાના કામમાં લોકોને ધ્યાન ન રાકવું. ત્યાં જે કાંઈ થશે તો બીજે થશે જ, અને નહીં થાય તે જોશું.. | સ - કેટલાંક મંદિર ખૂલ્યાં છે, છતાં બીજા કેમ નથી ખૂલતાં? | બાપુ - હું નથી કહેતા કે ખૂલશે જ, પણ ખૂલવાં જોઈ એ એવું અનુમાન થાય. સવ - તમે અસ્પૃશ્યતાના કામ માટે બહાર કેમ નથી આવતા? બાપુ – સવિનયભંગ છેડવાની બાંયધરી કેમ આપી શકાય ? સવિનયભંગને પણ હું પોતે એટલે જ ધમ માનું છું. ઉપવાસ વખતે પણ શરતથી વાની મેં ના પાડી. સવ – સાર્વજનિક કુવાઓ માટે અમારે શું કરવું ? બાપુ - સવર્ણોએ હરિજનોને વાપરવા દેવા જોઈએ. હરિજનોએ પોતાનાં વાસણ સાફ રાખીને ત્યાં પાણી ભરવા જવું. પણ કાઈ ઠેકાણે પેલાઓનો વિરોધ હોય તે હરિજનોએ હમણાં ખામોશ રાખવી. આજ સુધી ખામોશી રાખી, હજી રાખવી એવી મારી સૂચના છે. મારો ઉપવાસ દૃઢ માસ પછી તે થાય છે જ. અને પછી પણ મને જયારે ઈશ્વર બતાવે ત્યારે હરિજનોને ન્યાય અપાવવા હું મરવાનો જ છું. - હરિજનોએ મારામારી કરવી જોઈએ નહીં. જોકે એમ કરવાનો તેમને અધિકાર છે. પણ એ અધિકાર વાપરવાથી સ્થિતિ સુધરશે નહીં. વળી એ તદ્દન અનાવશ્યક છે. કોઈ પણ પક્ષે મારામારી કરવાનો વિચાર કરીને હિંદુ ધર્મને જોખમમાં મૂકવા જોઈએ નહીં. તમને હું ખાશ રહેવા કહું છું. પહેલાં મારી જાન જાય, પછી તમારે જે કરવું હોય તે કરજો. , હરિજનોને ઔદ્યોગિક કેળવણી માટે શિષ્યવૃત્તિઓ મળવી જોઈ એ. અને તેમને માટે છાત્રાલયે પણ થવાં જોઈએ. પણ સવર્ણો અને હરિનાનાં સંયુક્ત છાત્રાલયે વધારે સારાં. સ૦ તમારે ઉપવાસ ન કરવા પડે એ માટે અમારે શું કરવું ? બાપુ - સવર્ણોનું કર્તવ્ય મેં બતાવ્યું. હરિજનો (૧) શૌચાદિના નિયમનું પાલન કરે, (૨) મુડદાલ માંસ ખાવાનું છોડે - મુડદાલ ઢોરને ઉઠાવવાની ફી માગે, પણ ખાવાને બદલે ઢોર ન ઉપાડે.