પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

२७२ ઉપવાસની અસ૨નું પૃથક્કરણ સવ - મહાડના બ્રાહ્મણની ભેંસ મરવાના પ્રસંગ. હરિજનોની ઉપર પાછળથી ભારે ત્રાસ ગુજાર્યો. હવે અમારે એનું બેલીપણું શી રીતે લેવું? બાપુ – આ જ કર્તવ્ય કરતા રહેવું અને અસ્પૃશ્યતાનિવારણ સભાને આવા કિસ્સાની ખબર આપતા રહેવી. સંડાસ સાફ કરનારા કપડાં બદલીને સાફ કરે. - આ તો વાવર્ગોળ જેવા ઝડપી કાર્યક્રમ છે. અત્યારે મારે એના તબક્કા નથી બનાવવા. જાગૃતિ થયા પછી મને ખબર પડશે કે કયું કામ પહેલું લેવું અને કયું પછી લેવું. આજે ધીમા કામને માટે મોકા નથી. મારી પ્રામાણિકતાના મુકાબલે સનાતનીઓની પ્રામાણિકતાની સામે થશે. બંને પોતાના પ્રાણુ અપે. કાના પ્રાણ ચોગ્ય રીતે અર્ષાયા હતા તેના નિર્ણય એકલે ઈશ્વર જ કરશે. . . . મારી અને કરાડા આમજનતાની વચ્ચે એકગાંઠ બંધાઈ ગયેલી છે. . . . મારા નિકટમાં નિકટ મિત્રોને હું કહું છું કે તમે મારી સાથે સંમત ન થતા હો તો મને મરવા દો. હું મૂર્ખાઈભરેલું કામ કરતો હોઉં તો મને મરવા દેવા જોઈએ. . . . મિત્રના બળાત્કારને તે આવકારવા જોઈએ. મારી સ્ત્રીને કોઈ બાબત ઉપર ચેકસ અભિપ્રાય ન હોય પણ તેને મારે માટે પ્રેમ હોય અને મારા કૃત્યની સામે તેના હૃદયમાંથી કાંઈ અવાજ ન ઊડતા હોય તો હું જે કહું તેને તે અનુમોદન આપે. . . . મારા ઉપવાસથી લોકોને સત્કાર્ય કરવાની ફરજ પડતી હોય અને તેમને એમ લાગતું ન હોય કે એ કાર્ય માટે છે તો મારા ઉપવાસ તદ્દન વાજબી છે. . . . અમદાવાદના મિલમજૂરો પિતાની પ્રતિજ્ઞાનો ભંગ કરવા તૈયાર થયા હતા. મેં ઉપવાસ કર્યો અને તેમનામાં જાગૃતિ આવી ગઈ. . . . શરીર ઉપર બળાત્કાર કરવામાં આવે ત્યાં માણસનું અધઃપતન થાય છે. . . . જેઓ કદી મારું સાંભળવાના નથી તેમની સામે મારા ઉપવાસ નથી. તેઓ તો મને મરવા દેશે. મારા ઉપવાસ તો જેઓ મને ચાડે છે અને જેઓ મને મરવા દેવા ઇરછતા નથી તેમની સામે છે.. . . સ્વરાજયમાં ૧૨૪ % રાજયકોહ માટે ન હોય પણ હરિજનોને અસ્પૃશ્ય કહેનારાની સામે હશે. • • • સમયની મેં' કશી મુદ્દત બાંધી નથી. હું તપાસતો રહીશ. મને એમ જણાય કે લોકો આળસુ છે, બેદરકાર છે, કશું કરતા નથી તે હું પ્રાણુ અર્પણ કરીશ. . . , એક વરસથી આગળનો વિચાર હું કરી શકતો નથી. એક વરસમાં એટલી શક્તિ અને શ્રદ્ધા પ્રગટ થશે કે અસ્પૃશ્યતા જશે એવી આશા રાખું છું. સવ -- તમે આ પ્રશ્ન આજે કેમ ઉપાડયો ?