પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૨૩૩ કરાડે માણસ સાથે એકતાની ગાંઠ | બાપુ – લધુમતી સમિતિમાં ઈશ્વરે મારી પાસે એ ભાષણ કરાવ્યું. હું ત્યાં છાપાં પણ વાંચ્યા વિના ગયા હતા. ત્યાં તો વડાપ્રધાને ઊભા થઈને જાહેર કર્યું કે ૪૬ ટકા લોકોના પ્રતિનિધિઓની સહી સાથે લવાદીનું કામ તેમને સોંપવાની વિનંતી થઈ હતી. પછી ભાષણે થયાં. મેં પણ મારું કાર્ડ મેકર્યું. મેં ભાષણ કર્યું. તેમાં કેટલું વાકય કશા પૂર્વવિચાર વિના મારા મોંમાંથી નીકળ્યું. . . . જેને વિષે હું ભય સેવતો હતો એવા ચુકાદા સામે માર્ચ મહિનામાં મારે નોટિસ આપવાની હતી. પછી તે ચુકાદો આવ્યો અને મારા ઉપવાસ થયા. . . . ઈશ્વરના ભક્તને કામ શાધવા જવાપણું નથી હોતું. એ ઈશ્વર ઉપર ભરોસો રાખીને બેસે છે. ઈશ્વર સંજોગો પેદા કરે છે. . . . એનાં કામો સિવાય બીજી કોઈ રીતે કોઈ માણસે ઈશ્વરને જોયો નથી. . . . મારે માટે અસ્પૃશ્યતાનિવારણનું કામ એ શુદ્ધ ધાર્મિક કામ છે. તેના કાર્યક્રમ અને રાજદ્વારી કામમાંથી મળ્યો. પણ મારે માટે આ કામમાં રાજદ્વારી હેતુ રહ્યો નથી. તેથી જ યરવડાના કરારથી આ લડતનો અંત આવતો નથી. એ કરારથી તો આ લડતને આરંભ થાય છે. . . . લંડનમાં કેવું બંધારણ થશે એની મને ચિંતા નથી. પણ અસ્પૃશ્યતાનિવારણની મને જરૂર ચિંતા છે. . . . મરી જવાની મારી ઇચ્છા નથી. હું વિવિધ પ્રવૃત્તિઓવાળા માણસ છું અને મને મહત્ત્વાકાંક્ષાઓ પણ છે. . . . ઈશ્વરે મને ચમાર, વણકર, સુતાર અને એવું ઘણું ઘણું બનાવ્યા છે. વળી કરડા માણસ સાથે એકતાની ગાંઠ બાંધવાની તેણે મને શક્તિ આપી છે. તેઓ સમજી શકે એવી રીતે તેમની સાથે બોલવાની ભાષા તેણે મને આપી છે. આ બધું ઈશ્વરને ચરણે હું ધરી દઉં છું. હું ઈશ્વરને બદો છું. તે નચાવે તેમ નાચું છું. મારી જિંદગીની મને પરવા નથી. સારા કામ માટે લાખ માણસના જાન જાય તેની પણ મને પરવા નથી. આ તો જુગારીના ખેલ જેવું છે. મારી જિંદગી સાથે હું ખેલ ખેલી રહ્યો છું. - રાજભાજની સાથેની મુલાકાતનો સાર પાછા એને કાગળ લખીને એમાં જણાવ્યા : "I was very glad to be able to see you and the friends who came with you and I feel thankful that my advice proved acceptable to you. I am quite sure that no Satyagraha should be attempted regarding temple entry, nor any fast undertaken by anybody, whilst all attention is being concentrated on Guruvayur. Nor should anybody think