પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

હરિજને પોતાના આંતરિક સુધારા કરે ર૩૫ વખત આવશે. સદભાગ્યે દરરાજ કાઈ ને કાઈ મંદિર હરિજને માટે સ્વેચ્છાએ ખુલ્લું મુકાયાના સમાચાર આવે છે. અને મને મળતા અરૂંવાલા પરથી જણાય છે કે એ પ્રયાસ ચાલુ છે, જોકે અનશનસપ્તાહ જેટલા ઉત્સાહથી ચાલતા નથી. છતાં સવર્ણ હિંદુએનું કામ સુગમ કરવાને હરિજનાએ બની શકે એટલે અંશે આંતરિક સુધારાનું - જેમ કે સ્વચ્છતાના નિયમોના પાલન તથા મુડદાલ માંસ અને દારૂના ત્યાગનું — કામ ઉપાડવું જોઈએ. આ વસ્તુઓ મે તમારી સાથે વિસ્તારથી ચર્ચા છે. e “હરિજન બાળકોને ધંધાના શિક્ષણની સગવડો અને લાયક હરિજન જુવાનોને શિષ્યવૃત્તિઓ આપવાની વાત શેડ ઘનશ્યામદાસ બિરલા અને અ૦ હિં, અસ્પૃશ્યતાનિવારણ સંધના બીજા સભ્યો મને મળવા આવશે ત્યારે એમની સાથે ચચશ.” - રાધાકાંતનો કાગળ આવ્યો. તેણે ચિંતામણિને અને કુંઝરુને પુછાવી જોવાની રજા આપી. એટલે બાપુએ ચિંતામણિ અને કુ ઝરુને બન્નેને એક જ પ્રકારના કાગળ લખાવ્યા : "I have no doubt that you guessed who the author of the letter referred to in the fourth statement on untouchability was. The names referred to therein were those of your goodself and Pandit Hridayanath Kunzru. Radhakant, the writer has now given me permission upon my request to disclose his name to you and Pandit Kunzru. Before I say anything, it is due to you that I should know from you whether you actually felt coerced by my fast and acted against your conscience. I am writing to Pandit Kunzru also." | “ અસ્પૃશ્યતાનિવારણ ઉપરના મારા ચેથા નિવેદનમાં જે કાગળનો ઉલ્લેખ છે તેના લખનારા કોણ છે એની અટકળ તમે જરૂર કરી હશે. તેમાં જે નામનો ઉલ્લેખ છે તે એક તમારું, અને બીજું પંડિત હૃદયનાથ કુંઝરુનું છે. મારી વિનંતી ઉપરથી એ પત્રના લેખક શ્રી રાધાકાંત માલવિયાએ એનું નામ તમને બન્નેને જણાવવાની મને રજા આપી છે. હું કાંઈ પણ કહું તે પહેલાં તમારી પાસેથી એ જાણી લેવાની મારી ફરજ છે કે મારા ઉપવાસથી તમને બળાત્કાર લાગ્યો હતો કે કેમ ? અને તમારા અંતરાત્માની વિરુદ્ધ તમે વર્યા હતા કે કેમ? હું પંડિત કું ઝરુને પણ લખું છું.” “ તમારી સામે ઉપવાસ કરનારાઓ પણ પુષ્કળ ઊભા થાય તો તમે શું કરો? ” એ સવાલ છેલ્લા બે ત્રણ દહાડામાં ઠીક પૂછવામાં આવ્યો છે.