પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૨૩૬ ઉપવાસ બીજાની બુદ્ધિને હરે ? * ટાઈમ્સ’વાળાને તો એનો જવાબ આપ્યા હતા. કાલે પ્રા. એાતુરકરને પણ આપ્યો હતો. આજે માઈકલ નામના માણસ, જે ઉપવાસને બળાત્કાર સમજે છે અને બીજાની બુદ્ધિને હરી લેનારું શસ્ત્ર માને છે, તે પહેલી તારીખથી ઉપવાસની ધમકી આપે છે. તેને લખ્યું : "I should be sorry indeed if my prospective fast should deprive anyone of his or her intellectual freedom. Any way, I have declared in emphatic terms that it is intended only to affect the mass mind. Naturally friends and coworkers who believe in the removal of untouchability will be stirred to action. That is no matter for regret. Nevertheless if you have a clear call of conscience you will of course fast. But you will hardly expect it to move me if I continue to believe that I am also obeying God's call." “મેં કરવા ધારેલા ઉપવાસથી કેાઈનું બુદ્ધિસ્વાતંય હરાઈ જાય તો મને જરૂર દિલગીરી થાય. મેં તે સ્પષ્ટ શબ્દોમાં જાહેર કર્યું છે કે મારા ઉપવાસનો હેતુ જનતાના દિલ ઉપર અસર પહોંચાડવાના છે. સ્વાભાવિક રીતે જ જે મિત્રો અને સાથીઓ અસ્પૃશ્યતાનિવારણમાં માને છે તેઓ જાગ્રત થઈને કામે વળગી જશે. એ વસ્તુ દિલગીર થવા જેવી નથી. છતાં તમને જે અંતરાત્માનો સ્પષ્ટ આદેશ લાગતો હોય તો અલબત્ત તમે ઉપવાસ કરી શકે છે. પણ જે મારી માન્યતા ચાલુ રહે કે હું પણ ઈશ્વરના આદેશ પ્રમાણે જ વસ્તુ છું તો તમારા ઉપવાસની મારા ઉપર કશી અસર થાય એવી આશા તમે ભાગ્યે જ રાખશો.” onscience movers call." હિંદુ' પત્રના પ્રતિનિધિને આપેલી મુલાકાત : સવ – ગુરુવાયુરના પ્રશ્ન વિષે આપે જે ઉપવાસ ૨ ૨-૨– રૂ ૨ કરવા ધાર્યો છે તેનાં કારણ સમજાવશે ? બાપુ – મારા આગામી ઉપવાસ શ્રી કેલપનના ઉપવાસ પર આધાર રાખે છે. સ્વતંત્ર રીતે મારે ઉપવાસ આદરવો પડે એવા સંજોગે હું કલ્પી શકું છું. ધારો કે ન કરે નારાયણ ને કેલપ્પનના દેહ પડે તો મારે એ ઉપવાસ પાર પાડવા પડે. મેં તે એક અંતિમ ઉદાહરણ લીધું છે. સાધારણ સંજોગોમાં કેલપનથી સ્વતંત્રપણે ઉપવાસ આદરવાની મારી અપેક્ષા નથી. સ૦ - શ્રી કેલપ્પનને જે એવા સંતોષ થાય કે ખરી દિશામાં પગલાં લેવાઈ રહ્યાં છે, અને થોડા વખતમાં, બરાબર જાન્યુઆરીની પડેલીએ