પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ઝારિનની ખેાળાધરી રક૭ નહીં પણ માનો કે એક બે અઠવાડિયાં માડુ, મંદિર ખૂલ્યા વિના નહી રહે, તો પછી આપ કેવું વલણ લેશો ? - બાપુ – ધારો કે કેલપ્પન એવા નિર્ણય પર આવે તો તેમણે મારી જોડે ચર્ચા કરવી પડશે ને ઉપવાસનો પ્રસંગ નથી એવી મારી ખાતરી કરી આપવી પડશે. હું તમને કહું કે કેલપન કદી એવું કહે એમ હું માનતો જ નથી. પણ માનો કે કેલપૂન ચાતરી જાય અને ઈશ્વર અને મનુષ્યને સાક્ષી રાખીને લીધેલી પ્રતિજ્ઞામાંથી છટકવા માગે –જે એવી સહેજ પણ શંકા આવે તો હું તેમને કહીશ કે મારી બુદ્ધિને સતા આપો. પણ મેં હમેશાં કેલપ્પનને અચળ નિર્ધારવાળા અને સત્કાર્યમાં અડગ રહેનારા માન્યા છે. | સ૦ – આપના સ્વભાવ પ્રમાણે આપે ઉપવાસને નિશ્ચય કરતાં પહેલાં ગુરુવાયુર મંદિરપ્રવેશના સવાલની બધી વિગતો તપાસેલી ખરી ? - બાપુ - સવાલની બધી વિગતો તપાસ્યાનો ડોળ હું ન કરી શકુ'. કેલને એ તપાસી હશે એ મેં સંપૂર્ણ વિશ્વાસ રાખે છે; જોકે સામાન્ય રીતે હરિજને માટે મંદિરા ખુલાં મુકાવવાના દાવા સાચે છે એવી મારા મનની ખાતરી મેં અવશ્ય કરી લીધી છે. પણ કોઈ મને પૂછે કે ગુરુવાયુરના મંદિરના ટ્રસ્ટના દસ્તાવેજ હોય તો તે તમે જોયું છે ? અથવા એ પ્રસિદ્ધ દેવાલયના વહીવટની ચાલી આવતી પ્રથાની તમે બારીકાઈથી તપાસ કરી છે ? તો મારે મારું અજ્ઞાન કબૂલ કરવું પડે. સવ - ઝામારિનના ‘હિંદુ’ પત્રમાં સાતમી નવેમ્બરે પ્રસિદ્ધ થયેલો છેલ્લે પત્ર આપે જોયા છે ? એમાં ઝામારિને કહ્યું છે કે કેલપને ઉપવાસ શરૂ કર્યો ત્યારે પોતે તેમને ખેાળાધરી આપેલી કે કેલપ્પન જે ઉપવાસ છેાડે તો પોતે આ સવાલની તપાસ કરશે; પણ કેલપને એ વાતને તરછોડી કાઢી અને ઉપવાસ ચાલુ રાખ્યો, એટલે હવે પોતે પેલી ખેાળાધરીથી બંધાયેલા નથી. બાપુ - કામારિને કેલપ્પન પર અવિવેકનો આરોપ મૂકયો છે ને એ કારણે પોતે આપેલી ખેાળાધરી પાર પાડવાની ના પાડી છે, એ વસ્તુ સમજી જ નથી શકાતી. એ ખેાળાધરી એમણે કેલપનને આપેલી એ સાચું. પણ એ ખેાળાધરી પ્રજાને પણ આપેલી ગણાય, ને એનો અર્થ એ થયો કે ઝારિને એવું જાહેર કર્યું કે પોતે આનો તોડ કાઢવાના તમામ પ્રયાસો કરવાના પિતાના ધર્મ વિષે જાગ્રત છે. હું માનું છું કે કેલપનનું વતન ગમે તેવું હાય તાયે ઝારિત જવાબદાર માણસ તરીકે અને ટ્રસ્ટી તરીકે એ ખેાળાધરીનું પાલન કરવા બંધાયેલા છે. હિંદુ મંદિરના ટ્રસ્ટીએ માત્ર રૂઢિની કે