પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

રર સાથીઓ શુ કરે ? હોતું. તેથી તમારા બધાનો ધર્મ મારા અનશન વિષે કાંઈ પણ વિચાર કે ચિંતા કર્યા વિના વધારે કર્તવ્યપરાયણ થવાના, વધારે શુદ્ધ થવાના અને વધારે જાગ્રત રહેવાના છે. . . . ત્યાં કાઈ પણ પ્રકારનો ખળભળાટ ન થવો જોઈએ. અંદર રહેલાને મેં ઉપર લખ્યું છે તે ઉપરાંત બીજુ કર્તવ્ય છે જ નહીં એ ચોક્કસ માનજો.” દેવદાસનેઃ “ અનશનની દાંડી પિટાઈ ગઈ. તું મુદ્દલ ગભરાટમાં નહીં પડ્યો હોય એમ માની લઉં છું. એવા અપૂર્વ અવસર મા કોઈને મળતો નથી. એ તો કોઈક જ વાર કોઈકને જ પ્રાપ્ત થાય છે. એ મને પ્રાપ્ત થયા છે એમ હું માનું છું અને એમ માને છે તે એ અવસરને વધાવી લે; એટલે ઉદ્વેગનું કાંઈ કારણ નથી. કલકત્તામાં મળે તો ઘનશ્યામદાસને આ સમજાવજે. માલવીયજીને કાંઈ સમજાવવાપણું હોય જ નહીં. હું એમ માનું છું કે એ તો હર્ષનાં આંસુ સારતા હશે અને એના હૃદયમાંથી ક્ષણે ક્ષણે મારે સારુ આશીર્વાદના ઉદ્ગાર નીકળતા હશે. આટલું તું એમને કહેજે અને બીજા નેહીઓ ખિન્ન થાય તો તે પોતે બહાદુર બની એ લેકેને ખિન્ન થતા રાક. બીજાઓ જે સમજે તેને ધર્મ તો વધારે કર્તવ્યપરાયણ થવાના, લોકજાગૃતિ કરવાના અને લોકમત એકઠા કરવાનો છે. અને શાંત પણ પ્રચંડ લેકમત એકઠા થાય તો કદાચ છેવટ લગીના ઉપવાસ કરવા પણ ન પડે. મને તો કરવા પડે તેમાં, અત્યારે હું મને સમજી શકું છું તે પ્રમાણે પરમ શાંતિ જ છે. અને અધૂરા રહે અને આ દેહે હજી વધારે સેવા કરવાનું રહેશે તોપણ વધાવી લઈશ. મારું મન છેવટ સુધી સ્થિર રહે તો બંને રીતે સારું જ છે.” - આ દિવસે પણ મોહનલાલ ભટ્ટને જેલીએના સવાલના જવાબમાં લખેલું : “ પુનર્જન્મ એટલે શરીરનું રૂપાંતર-આત્માનું, શરીરીનું નહીં. તેથી વૈજ્ઞાનિક માન્યતાથી પુનર્જન્મ નાખી વરતુ છે. આત્માનું રૂપાંતર નથી પણ સ્થાનાંતર છે. પાતાને કર્તા નહીં માનનારને હાથે કાઈનું મરણ થાય જ નહીં. કર્તાપણું માનવું ન માનવું એ બુદ્ધિનો વિષય નથી, હૃદયનો વિષય છે. એટલે ખરું જોતાં ‘ કર્તા ન માનીને’ અને ‘ ઈશ્વરાર્પણ કરીને ” એવો પ્રયોગ જ ખાટી છે. કેમ કે એ બુદ્ધિનો પ્રયોગ થયા અને ગીતામાં કે બીજા શાસ્ત્રોમાં ઈશ્વરાપણુતાનાં વચનો આવે છે એને બુદ્ધિની સાથે કાંઈ જ સંબંધ નથી. હું જે રીતે વેદાંતને સમજુ તે રીતે તો એ આપણા કાર્યની સાથે બરાબર બંધ બેસે છે.” e બાને લખ્યું : “તારા કાગળ મળ્યો છે. મારા ઉપવાસની વાત કદાચ તે સાંભળી હરો. એથી તું જરાય ગભરાતી નહીં, બહેનોને ગભરાવા દેતી